ગુજરાત
News of Monday, 7th September 2020

નર્મદા જિલ્લામાં બાઇક ચોરીના વધતા બનાવોથી માલિકોમાં ફફડાટ : રાત્રી પેટ્રોલિંગ કડક બનાવવા માંગ

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લામાં બાઇકો ચોરી ની વધતી ઘટનાઓ થી બાઇક માલિકો માં ફફડાટ ફેલાયો જોવા મળી રહ્યો છે ત્યારે પોલીસ રાત્રી પેટ્રોલિંગ કડક બનાવે એ જરૂરી થઈ પડ્યું છે.

નાંદોદ તાલુકા ના કુવરપરા ગામ માંથી ગતરોજ એક હિરો હોન્ડા હોરનેટ કંપનીની મો.સા.નંબર -GJ..22.L.6886 મો.સા.ના માલિક હાર્દિક નગીનભાઈ વસાવા એ તેમના ઘરના આંગણામા સ્ટેરીંગ લોક મારીને પાર્ક કરેલી હતી જેની કિંમત આશરે રૂ.૫૦,૦૦૦/- ને કોઈ અજાણ્યો ચોર ચોરી કરી લઈ જતા આ બાબતે હાર્દિક વસાવા એ રાજપીપળા પો.સ્ટે.માં ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.
જ્યારે બીજી એક ઘટના નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના સુરવા ગામમાં બનવા પામી જેમાં કિરણભાઇ મણીલાલભાઇ બારીયા ની હોન્ડા કંપનીની એસપી સાઇન મોટરસાયકલ નં.GJ - 22 - F - 8298 કિ.રૂ રપ,૦૦૦/ - તેમના ઘરના આંગણા માંથી કોઈ ચોરી કરી લઈ જતા તેમની ફરિયાદ ના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. આમ એક બાદ એક બાઇક ચોરીની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાતા રાત્રી પેટ્રોલિંગ તેજ બનાવવા માંગ ઉઠી છે

(3:11 pm IST)