ગુજરાત
News of Monday, 7th September 2020

દેડીયાપાડામા પાણીના વહેણમાં તણાઈને મૃત્યુ પામેલી બાળકીના પરીવારજનોને ચાર લાખની આર્થિક સહાય અપાઈ

ડુમખલ ગામના પરીવારે કુદરતી આફતમાં પોતાનું વ્હાલસોયી પુત્રી ગુમાવતા પરીવારજનોને આર્થિક સહાય પેટે ચાર લાખની સહાયનો ચેક આપી આર્થિક મદદ કરાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા ના દેડીયાપાડા તાલુકાના ડુમખલ ગામની દેવ નદીના ધસમસતા પાણી પ્રવાહના વહેણમાં રંજુનબેન તડવી નામની એક બાળકી જોત જોતાં તણાઈ ગઈ હતી જેથી તેનું કુદરતી અકાળે મોત નિપજવા પામ્યું હતું કુદરતી આફતમાં શોકમાં સરકેલા પરીવારોને આર્થિક સહાયની મદદરૂપે બાળકીના પરીવારજનોને રૂ.ચાર લાખની આર્થિક સહાયનો ચેક આપીને મદદ કરવામાં આવી છે.

નમૅદા જિલ્લામા અનરાધાર વરસેલા વરસાદ ને પગલે નદી નાળા કોતરો વરસાદી પાણીમા તરબોળ થઈ ગયા હતા વરસેલા મુશળધાર વરસાદને માં અનેક જગ્યાઓ પર કુદરતી આફતરૂપ તારાજી સજૉઈ છે જેમાં અનેક પરીવારોના માથે કુદરતી આફતરૂપ આભ તૂટયું હતું
જેમાં દેડીયાપાડાના ડુમખલ ગામની દેવ નદીના ધસમસતા પાણીના વહેણના પ્રવાહમાં રજુબેન નામની બાળકી પણ તણાઈ જતાં તેનું મોત થયુ હતું જેથી પરીવારોને આર્થિક મદદરૂપ મળી રહે તે માટે તંત્ર દ્વારા આ પરીવારને સહાય પેટે ચાર લાખ રૂપિયાની સહાય ચુકવીને આર્થિક મદદ કરવામાં આવી છે દીકરીના પરીવારના બાબુભાઈ નટવર ભાઈ તડવી ને તાલુકા વિકાસ અધિકારી,તાલુકા પંચાયત પ્રમુખની ઉપસ્થિતિમાં આર્થિક સહાય પેટે રૂપિયા ચાર લાખનો ચેક આપવામાં આવ્યો હતો.

(3:13 pm IST)