ગુજરાત
News of Monday, 7th September 2020

વાસણા બેરેજનો ૧ દરવાજો ખોલાયોઃ નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ

અમદાવાદ,તા. ૭: ઉત્ત્।ર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં પાણી છોડવામાં આવતા આગામી સમયમાં વાસણા બેરેજના દરવાજા પણ ખોલવા પડે તેવી શકયતાઓ છે. ધરોઈ ડેમ ૯૮ ટકા પાણીથી ભરાયેલો છે જેના કારણે ડેમના બે દરવાજા ૨ ફૂટ ખોલી ૬૮૩૪૫ કયુસેક પાણી ગઇકાલે છોડાતા આગામી સમયમાં વાસણા બેરેજના પણ દરવાજા ખોલવા પડે તેવી શકયતાઓ છે.

હાલ વાસણા બેરેજનો એક દરવાજો ખુલ્લો મુકાયો છે અને પાણીની સપાટી ૧૩૩ ફૂટ છે. હાલ ધરોઇ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. તેથી નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી વરસાદે વિરામ લીધો હતો. ત્યારે હવે ફરીથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. ઉત્ત્।ર ગુજરાતમાં હાલ ચોમેર વરસાદ છે. જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અંબાજી, મહેસાણા, અરવલ્લી સર્વત્ર વરસાદી માહોલ છે. તો અંબાજી પંથકમાં ૩ ઈંચ વરસાદ ખાબકી પડ્યો છે. જેથી બજારમાં પાણીના ભારે વહેણમા વાહનો પણ તણાયા હતા.

(3:21 pm IST)