ગુજરાત
News of Monday, 7th September 2020

મંત્રી પ્રતાપચંદ્ર સારંગીજી સાથે મુલાકાત

રાજકોટઃ ભારત સરકારના લઘુ અને મધ્યમ ઉદ્યોગો તેમજ પશુપાલન વિભાગના રાજયમંત્રી પ્રતાપચંદ્ર સારંગીજી સાથે ભારત સરકારનાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ ડો.વલ્લભભાઈ કથીરીયાએ શુભેચ્છા મુલાકાત કરી હતી. આ તકે ડો.કથીરીયાએ ગાયના ગોબરમાંથી બનાવેલ ઈકો- ફ્રેન્ડલી શ્રી ગણેશજીની પ્રતિમાથી કેન્દ્રીય મંત્રી પી.સી. સારંગીજીનું અભિવાદન કર્યું હતું. ડો.કથીરીયાએ ગાય આધારીત ઉદ્યોગો, પંચગવ્ય પ્રોડકટસને પણ લઘુ અને મધ્યમ ઉદ્યોગોનું સ્વરૂપ આપવામાં આવે અને આ અંગેના તમામ સરકારી ફાયદાઓ આપવામાં આવે તે અંગે કેન્દ્રીય મંત્રી સારંગીજીને વિનંતી કરી હતી.

(4:05 pm IST)