ગુજરાત
News of Monday, 7th September 2020

સુરતમાં ફરી કોરોના વકર્યો : વધુ ૨૯૫ પોઝીટીવ કેસ : આઠવા ઝોનમાં વધુ કેસ

રાજકોટ, તા. ૭ : હિરાનગરી સુરતમાં ફરી કોરોના વકરી રહ્યો છે. સુરતમાં કોરોના ફરી ગંભીર વળાંક સાથે વિકરાળ બન્યો છે. સુરતમાં કોરોના ઘટવાને બદલે પોઝીટીવ કેસની સંખ્યા વધતા સરકારી તંત્રમાં દોડધામ મચી છે. અલબત ગંભીર કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. કોરોના સંક્રમણ સાથે કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થવાની સંખ્યામાં પણ વધારો જોવા મળે છે છતા ૨૫૦૦થી વધુ એકટીવ કેસ છે.

સુરતનો પોષ એરીયો ગણાતો આઠવા ઝોન હોટસ્પોટ બન્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના પોઝીટીવ સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.

સુરતમાં ગઈકાલે ૨૯૫ કેસ નોંધાયા હતા. અત્યાર સુધીમાં ૨૨૬૦૫ કુલ દર્દીઓ કોરોના પોઝીટીવ નોંધાયા છે.

સુરતમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સની સરકારની ગાઈડલાઈનના પાલનમાં ગંભીર બેદરકારીને કારણે કેસમાં વધારો નોંધાયાનું જાણકાર સૂત્રો કહે છે.

(4:06 pm IST)