ગુજરાત
News of Monday, 7th September 2020

સુરતની વિપાન કંપની દ્વારા કંપનીમાં કાર્યરત મીહલાઓને 12 દિવસની પીરીયડ લીવ આપવાની જાહેરાત

સુરત: મહિલાઓ માટે પીરિયડના દિવસો દરમિયાન થતો દુ:ખાવો અસહ્ય હોય છે. ખાસ કરીને વર્કિંગ વુમન માટે આ દિવસો ખૂબ જ મુશ્કેલીભર્યા હોય છે. આ દિવસોમાં મૂડ સ્વિંગ, બ્રેસ્ટમાં દુ:ખાવો તેમજ હેવી બ્લીડિંગ સહિતની ફરિયાદ યુવતીઓ કરતી હોય છે. પીરિયડના 5 દિવસો એવા હોય છે જ્યારે કામ કરવાની વાત તો દૂર બેસવાનું પણ મુશ્કેલ બને છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખી સુરતની એક કંપનીએ મહિલા કર્મચારીઓ માટે 12 દિવસની પેડ પીરિયડ લીવ જાહેર કરી છે.

મહિલાઓની પીરિયડની સમસ્યાને ધ્યાનમાં રાખીને ફૂડ ડિલિવરી એગ્રીગેટર ઝોમેટોએ હાલમાં જ તેમને ત્યાં કામ કરતી મહિલા કર્મચારીઓ માટે 10 દિવસની પીરિયડ લીવ આપવાની પહેલ કરી છે અને હવે સુરતની ડિજિટલ માર્કેટિંગ કંપનીએ પણ આવી જ કંઇક જાહેરાત કરી છે. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી VIPANAN કંપનીના સ્થાપક ભૌતિક શેઠે પોતાની કંપનીમાં કાર્યર્ત મહિલા કર્મચારીઓને 12 દિવસની પીરિયડ લીવ આપવાની જાહેરાત કરી છે.

એક ફૂડ કંપની દ્વારા પોરના મહિલા કર્મચારીઓ માટે પીરિયડ લીવની જાહેરાત બાદ સુરતની આ કંપનીએ પણ પીરિયડ લીવ આપવાની જાહેરાત કરી છે. કંપનીની સ્થાપના 2014માં થઇ હતી. જ્યાં 9 કર્મચારીઓમાંથી 8 મહિલા કર્મચારી છે. કંપનીના સંચાલક ભૌતિક શેઠે જણાવ્યું હતું કે, વધારે સ્વસ્થ અને ખુશ વાતાવરણ આપવાની પ્રક્રિયામાં અમે અમારી ટીમની તમામ મહિલા કર્મચારીઓ માટે મેન્સ્ટુઅલ સાયકલ લીવ જાહેર કરી છે.

અમે અમારી ટીમને વધારે અનુકૂળતા કેવી રીતે આપી શકીએ, વર્કિંગ એન્વાયરમેન્ટ, હ્યુમન ફ્રેન્ડલી કેવી રીતે બનાવી શકાય, તે અંગે અમે હંમેશા વિચારતા રહીએ છીએ. પીરિયડ લીવ દરમિયાન મહિલા કર્મચારીઓને કેટલીક અગવડતા પડે છે. તે વાતને અમે જાણીએ છીએ. કામ અંગેનું તણાવ અને ઓફિસનું વાતાવરણ તેમના દુ:ખાવામાં અમે અગવળતામાં વધારો કરે છે. હવે અમારી કંપની કોઇપણ મહિલા કર્મચારી તેની મેન્સ્ટુઅલ સાયકલ દરમિયાન દર મહિને એક પેઈડ લીવ લઇ શકે છે. અમે મહિલા કર્મચારીઓને 12 પીરિયડ લીવ આપી રહ્યાં છે.

કંપનીના નિર્ણય બાદ મહિલા કર્મચારીઓ પણ ખૂબ જ ખુશ છે. તેઓએ જણાવ્યું હતું કે, એક જ જગ્યાએ બેસી રહેવાથી આવા પીરિયડના સમયે તેઓને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. લાઇટ ફીટિંગ ફિલ્ડવર્ક જેવી બાબતોમાં તેઓને ખૂબ જ મુશ્કેલી પડતી હતી. પરંતુ આ નિર્ણયને તેઓએ આવકાર્યો છે. હાલ કંપનીએ જે રીતે વાતાવરણ મળી રહ્યું છે તેને લઇને મહિલા કર્મચારીઓનો ઉત્સાહ પણ બેવડાયો છે.

(5:19 pm IST)