ગુજરાત
News of Monday, 7th September 2020

ખેડા જિલ્લામાં બે અલગ અલગ જગ્યાએ ધમધમતા જુગારધામ પર પોલીસે રેડ પાડી 9 શખ્સોની ધરપકડ કરી

ખેડા:જિલ્લામાં બે અલગ અલગ જગ્યાઓ પર ચાલતા જૂગારઘામ પર પોલીસે દરોડા પાડયા હતા.જેમાં ખેડાના ગોબલજ ગામે સ્થાનિક પોલીસ અને સેવાલિયાના થર્મલ ખેડાએલસીબી ટીમે દરોડા પાડયા હતા.બંને જગ્યાઓ પરથી કુલ-૯ વ્યક્તિઓ ની અટકાયત કરી તેમના વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ખેડા તાલુકાના ગોબલજ  ગામે પાલી તળાવ પાસે ચાલતા જૂગારઘામ પર સ્થાનિક પોલીસે દરોડા પાડયા હતા.જેમાં તોફીકશા મહેમુદશા દીવાન,આશીફમીયા ઉસ્માનમીયા સૈયદ,હરીશભાઇ મણીભાઇ પંચાલ,કૌશીકભાઇ શાંન્તિભાઇ પટેલ,સલીમખાન નવરંગખાન પઠાણ,સરફરાજખાન અયુબભાઇ અંસારી,મહંમદઅકીલ મહંમદઅલી સૈયદને ઝડપી પાડયા હતા.ઉપરોક્ત વ્યક્તિઓની અંગઝડતી કરતા રૃા.૨૦,૧૦૦,દાવ પરથી રૃા.૧૨,૫૦૦,મોબાઇલ ફોન નં-૭ કિ.રૃ.૩૪,૦૦૦,બે મોટર સાયકલ કિ.રૃા.૫૫,૦૦૦ એમ મળી કુલ રૃા.૧,૨૧,૬૦૦ ના મૂદામાલ જપ્ત કરી ખેડા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:32 pm IST)