ગુજરાત
News of Monday, 7th September 2020

મેઘરજ તાલુકાના અંતોલી ગામે 4 વર્ષીય માસુમ પુત્રને ગળેટુંપો દઈ મોતનેઘાટ ઉતારનાર નરાધમ પિતાને પોલીસે ઝડપી પાડ્યો

અરવલ્લી:જિલ્લાના રેલ્લાવાડા ગામની સીમના ખેતરમાંથી ગળે કસોકસ કાળો દોરો બાંધેલ હાલતમાં તરફડતો ૪ વર્ષનો બાળક મળી આવ્યો હતો.તપાસ કરતા આ બાળક અંતોલી ગામનો ધુ્રવ નીનામા હોવાનું જણાતા તાબડતોડ મોડાસા ખાતે ત્યાર બાદ હિંમતનગર ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો.સારવાર દરમ્યાન ચોથા દિવસે આ બાળકનું મોત નીપજતાં ફરીયાદી નરસિંહભાઈ દેવાભાઈ નીનામાની ફરીયાદના આધારે ધુ્રવ નીનામા ઉ.વ.૪ ની હત્યાનો ગુનો તેના જ પિતા નૈનેશ નીનામા વિરૂધ્ધ ઈસરી પોલીસે નોંધી આ હત્યાના ગુનાની તપાસ હાથ ધરી હતી.અંતોલી ગામના નૈનેશ નીનામા ગત ૨૫ ઓગસ્ટ ના રોજ અમદાવાદ થી પોતાના વતન અંતોલી ગામે આવ્યો હતો.અને કોઈ કારણોવશ આ શખ્શ તેના ૪ વર્ષના પુત્ર ધુ્રવને વાળ કપાવવાના બ્હાને નજીકના રેલ્લાવાડા ગામે લઈ ગયો હતો.અને આ બાળકની હત્યા કરી નાખવાના ઈરાદે આ બાળકને ખેતરમાં લઈ જઈ ગળે કસોકસ કાળા દોરાથી ટૂંપો દઈ બાળક મરી ગયો છે એમ સમજી ફેંકી દીધો હોવાનું તપાસમાં જણાઈ આવ્યું હતું.

આ બાળકનું ગત ૧ લી સપ્ટેમ્બર ના રોજ સારવાર દરમ્યાન મરણ નીપજયું હતું.અને દાદાની ફરીયાદ ના આધારે ફરાર થઈ ગયેલ હત્યારા પિતા વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો. છેલ્લા ૧૦ દિવસથી પુત્રની હત્યા કરી નાસતા ફરતા હત્યારા પિતા એવા આરોપીને જિલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતેથી ઝડપી લીધો હતો.આમ જિલ્લા એલસીબી પોલીસ ઈન્સ્પેકટર આર.કે.પરમારે હત્યાનો ગુનો  ઉકેલ્યો હતો.

(5:34 pm IST)