ગુજરાત
News of Monday, 7th September 2020

યુવકે સિવિલની નર્સને જાનથી મારી નાખવાની ધમકી આપી

ધમકી મળતા પોલીસ ફરિયાદ દાખલ થઈ : જો તું મારી સાથે મૈત્રી સંબંધ ન રાખે તો તને, તારા પતિને જાનથી મારી નાખીશ એવી આરોપીની યુવતીને ધમકી

અમદાવાદ,તા. : એશિયાની સૌથી મોટી ગણાતી એવી  અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ગતમોડી રાત્રે નર્સનો પીછો કરી મૈત્રી સબંધ રાખવા માટે ધમકી મળતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી એક યુવતીએ પોલીસ ફરિયાદ આપી છે કે, બે વર્ષ પહેલા તેને તેની સાથે કામ કરતા એક યુવાન સાથે મૈત્રી સબંધ હતા. જો કે બંને વચ્ચે મનમેળ આવતા દોઢ વર્ષ પહેલાં ફરિયાદી યુવતીએ તેની સાથે મૈત્રી સબંધ તોડીને વાતચીત કરવાનુ બંધ કરી દીધું હતું. છતાં પણ યુવાન ફરિયાદી યુવતી નોકરીથી ઘરે જાય ત્યારે તેનો પીછો કરીને તેની સાથે મૈત્રી સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. જે અંગે યુવતી પોલીસને અરજી પણ આપી હતી. છતાં પણ આરોપી યુવાને યુવતીને હેરાન કરવાનુ છોડ્યું હતું. ૫મી સપ્ટેમ્બરે યુવતી જ્યારે ફરજ પર હતી તે દરમિયાન આરોપી તેનો પીછો કરતા કરતા વોર્ડ સુધી પહોંચી ગયો હતો. ફરિયાદી સાથે મૈત્રી સંબંધ રાખવા માટે દબાણ કરતો હતોયુવતીએ સ્પષ્ટ ઈનકાર કરી દેતા આરોપી ઉશ્કેરાઇ ગયો હતો અને બિભત્ય ગાળો બોલવા લાગ્યો હતો. એટલું નહીં આરોપીએ ફરિયાદી યુવતીને ધમકી આપી હતી કે, જો તું મારી સાથે મૈત્રી સંબંધ નહીં રાખે તો તને અને તારા પતિને જાનથી મારી નાખીશ. અંતે યુવતીએ સમગ્ર ઘટનાની જાણ તેના પતિને કરી હતી અને પોલીસ ફરિયાદ કરતા પોલીસે હાલમાં સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

(7:08 pm IST)