ગુજરાત
News of Monday, 7th September 2020

નાંદોદ ના જીતગઢ પાસે આવી ચઢેલી મંદબુદ્ધિ યુવતીનું પરિવાર સાથે મિલન કરાવતું સખી વન સ્ટોપ સેન્ટર

મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ ચાલતા સખી વન સ્ટોપ સેન્ટર નર્મદાની હિંસા થી પીડિત મહિલાઓ માટે પણ સરાહનીય કામગીરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આણંદ જિલ્લા ના વડતાલ તરફની એક મંદ બુદ્ધિની યુવતી પોતાના ઘરેથી નીકળી નાંદોદ તાલુકા ના કરજણ ડેમ તરફના જીતગઢ ગામ તર્જ5 આવી ચઢતા ગ્રામજનો એ આ યુવતી બાબતની જાણ 181 મહિલા હેલ્પલાઇનને કરતા 181 મહિલા હેલ્પલાઇન ટિમ તેને રાજપીપળા સ્થિત સખી વન સ્ટોપ સેન્ટર,નર્મદા પર મૂકી જતા આ યુવતી ફક્ત તેના ગામ તરફનું નામ બોલતાં સખી વન સ્ટોપ સેન્ટરની ટીમે ત્યાં તપાસ કરી ત્યાંના સરપંચ નો સંપર્ક કરી યુવતી ના બનેવી નો મો.નં.મેળવી ત્યાં હકીકત ની જાણ કરતા આખરે મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ ચાલતા સખી વન સ્ટોપ સેન્ટર, નર્મદા ની ટીમે આ મંદબુદ્ધિ યુવતી ને તેના ગામ પહોંચાડી પરીવાર સાથે મિલન કરાવતા પરિવાર ના સભ્યો એ ટીમનો આભર માન્યો હતો.
 

(7:57 pm IST)