ગુજરાત
News of Monday, 7th September 2020

રાજપીપળા ના પ્રવેશદ્વાર પર આવેલા કાળાઘોડા સર્કલની ફરતે 3 લાખના ખર્ચે લોખંડની મજબૂત રેલિંગ લાગશે

-રાજા વિજયસિંહજી મહરાજના કાળાઘોડાનું આ ઐતિહાસિક સ્મારક ટૂંક સમય માં લોખંડની રેલિંગથી પાલીકા તંત્ર મજબૂત બનાવશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજવી નગરી રાજપીપળાના પ્રવેશ દ્વાર પર આવેલા રાજા વિજય સિંહજી મહારાજ ના કાળા ઘોડા સર્કલ ની ફરતે આવેલી દીવાલને થોડા મહિનાઓ પહેલા એક ટ્રકે અકસ્માત કરતા નુકશાન કરતા આ ઐતિહાસિક સ્મારક જર્જરિત હાલતમાં જણાતું હતું પરંતુ હાલ આ સર્કલની મજબૂત મરામત માટે કામગીરી નવા કામોમાં લેવામાં આવી હોવાનું પાલીકા ના કારોબારી ચેરમેન અલકેશસિંહ ગોહિલે આજે જણાવ્યું હતું 

  .ટૂંક સમયમાં આ ઐતિહાસિક સર્કલ ફરતે લોખંડ ની મજબૂત રેલિંગ લગભગ 3 લાખ રૂપિયા ના ખર્ચે નંખાશે જેના કારણે તેની મજબૂતી વધશે અને અગાઉ થયેલા ટ્રકના અકસ્માત જેવી ઘટનામાં સર્કલને કોઈ નુકસાન પણ નહીં થાય તેમ કારોબારી ચેરમેન અલકેશસિંહ ગોહિલે જણાવ્યું સાથે આ સર્કલ નું કામ નવા વિકાસના કામોમાં લેવાઈ ગયું છે જે ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે તેમ પણ તેમને ઉમેર્યું હતું.

(9:19 pm IST)