ગુજરાત
News of Friday, 7th October 2022

સુરતના રીંગરોડ વિસ્તારમાં દલાલ મારફતે 5.31 લાખની સાડીની ખરીદી કરી પેમેન્ટ કર્યા વગર વેપારી ફરાર

સુરત, : સુરતના રીંગરોડ સ્થિત મહાવીર માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાન ધરાવતા વેપારી પાસેથી ત્રીજા માળે દુકાન ધરાવતો વેપારી દલાલ મારફતે રૂ.5.31 લાખની સાડી ખરીદી પેમેન્ટ કર્યા વિના ઉઠમણું કરી ફરાર થઈ ગયો હતો.ભોગ બનેલા વેપારીએ પેમેન્ટના ચેક રિટર્ન થતા ઉઘરાણી કરતા વેપારીએ રોકડમાં પૈસા આપવા કહ્યું હતું પણ બાદમાં કહ્યું કે મેં કાપડની દુકાન બંધ કરી નાખી છે, હવે હું ધંધો કરવાનો નથી.


પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના વતની અને સુરતમાં ઘોડદોડ રોડ પાંજરાપોળ પાસે રતનજ્યોત એપાર્ટમેન્ટ ઘર નં.એ/7 માં રહેતા રોશનલાલ શોભાલાલ ચૌધરી રીંગરોડ મહાવીર માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પર સંગમ ટેક્ષટાઈલના નામે સાડીનો વેપાર કરે છે. તેમની દુકાને દલાલ મયંક સુરેન્દ્રકુમાર જૈન ( રહે.401, નીલકંઠ એપાર્ટમેન્ટ, પરવત પાટીયા, પુણાગામ, સુરત ) આવ્યો હતો અને મારી પાસે ઘણા મોટા વેપારીઓ છે, તેમની સાથે ધંધો કરશો તો મોટો નફો કરાવી આપીશ તેવી વાત કરી હતી.ચાર-પાંચ દિવસ બાદ તે એક વેપારી પંકજકુમાર મહાવીરપ્રસાદ જૈન ( રહે. ઘર નં.205, સીટીપાર્ક એપાર્ટમેન્ટ, આર્શીવાદ પેલેસની બાજુમાં, ભટાર, સુરત. મુળ રહે.રાણોલી, જી.સીકર, રાજસ્થાન ) ને લઈને આવ્યો હતો.મયંકે તેમની ઓળખાણ કરાવતા કહ્યું હતું કે મહાવીર માર્કેટમાં જ ત્રીજા માળે જીતેન્દ્ર સિલ્ક મિલ્સના નામે વેપાર કરતા પંકજભાઈ અમારા ગ્રુપના અને સમાજના મોટા વેપારી છે, તમને 60 થી 70 દિવસમાં પેમેન્ટ મળી જશે.

(4:55 pm IST)