ગુજરાત
News of Friday, 7th October 2022

સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે કર્યો દાવો : 50 હજાર મતની લીડથી જીતશું વિધાનસભા ચૂંટણી

ધારાસભ્ય કેતન ઇનામદારે પાર્ટી છોડનાર કુલદીપસિંહ રાઉલજીને આડે હાથ લીધા

વડોદરા જિલ્લાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પાર્ટી છોડનાર કુલદીપસિંહ રાઉલજીને આડે હાથ લીધા હતા અને જણાવ્યું હતું કે, તેમની વિચારધારા કોઈ પક્ષ કે પાર્ટી સાથે જોડાયેલી નથી. તેઓ માત્ર બરોડા ડેરીના ડિરેક્ટર બનવા માટે ભાજપ પક્ષના સાથે જોડાયા હતા. 

  કેતન  ઇનામદારે કહ્યું કે સાવલીમાં 2012ની ચૂંટણીમાં ક્ષત્રિય ઉમેદવાર તરીકે ભાજપ પક્ષમાંથી ઉપેન્દ્રસિંહ ગોહિલ અને કોંગ્રેસ પક્ષમાંથી ખુમાનસિંહ ચૌહાણ બંને ક્ષત્રિય ઉમેદવાર હતા તો પણ સાવલીની જનતાએ તેમને 22 હજાર મતથી વિજય અપાવ્યો હતો. તેમણે કહ્યુકે સાવલીમાં કોઈ ક્ષત્રિય ફેક્ટર કામ નથી કરતું. સાવલીમાં મતદારોનું મિજાજ પણ અલગ છે

  વધુમાં જણાવ્યું હતું કે દશેરાના દિવસે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું છે તેમાં ભારે જનમેદની જોતા કુલદીપસિંહ રાઉલજીએ કોંગ્રેસમાં જવાનું નક્કી કર્યું હોય તેવું લાગી રહ્યું છે. કેતન ઇનામદારે આવનારી વિધાનસભાની ચૂંટણીઓ 50 હજાર મતોથી જીતવાનો આશાવાદ વ્યકત કર્યો હતો.

(11:29 pm IST)