ગુજરાત
News of Saturday, 8th January 2022

રાજપીપળાના દરેક વોર્ડમાં 15 થી 18 વર્ષના બાળકો માટે વેક્સીન કેમ્પ રાખવા પાલિકા પ્રમુખની અધ્યક્ષતામાં બેઠક મળી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં કોરોનાએ માથું ઉચકયું છે ત્યારે હાલમાં શહેરની શાળામાં તંત્ર દ્વારા કોવિડ વેક્સીન મુકવા માટેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી હોય પરંતુ અભ્યાસ ન કરતા કે અન્ય કારણોસર ઘરે રહેતા 15 થી 18 વર્ષના બાળકો બાબતે પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે ચિંતા વ્યક્ત કરી શહેરના દરેક વોર્ડમાં રસીકરણ નો કેમ્પ યોજાઈ એ બાબતે બ્લોક હેલ્થ ઓફિસર ડો.સુમન સાથે ચર્ચા બાદ પાલિકાના સભાખંડમાં આ બાબતે એક બેઠક યોજી જેમાં પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ,મુખ્ય અધિકારી રાહુલદેવ ઢોડીયા,નાંદોદ બ્લોક હેલ્થ અધિકારી ડો.સુમન સહિત કોર્પોરેટરો સાહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા

(11:45 pm IST)