ગુજરાત
News of Monday, 8th February 2021

પાલનપુરની ગુલાબ પાર્ક સોસાયટીમાં 127 લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો

સમાનતા અને સદભાવનાને જીવંત રાખવા સ્વેચ્છાએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો

બનાસકાંઠાના પાલનપુરની ગુલાબપાર્ક સોસાયટીમાં રહેતાં 127 જેટલા અનુસૂચિત જાતિના લોકોએ આજે રવિવારે વિધિવત રીતે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે. બૌદ્ધ ધર્મ સ્વીકારનારાઓએ જણાવ્યું હતું કે, તેઓએ સમાનતા અને સદભાવનાને જીવંત રાખવા સ્વેચ્છાએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે

રવિવારે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે બૌદ્ધ ધર્મ દીક્ષા સમારોહ- 2021 કાર્યક્રમમાં ગુલાબપાર્ક સોસાયટી દ્વારા 127 જેટલાં અનુસૂચિત જાતિના લોકોએ વિધિવત રીતે બૌદ્ધ ધર્મમાં પ્રવેશ મેળવ્યો હતો. ગુજરાત બુદ્ધિસ્ટ અકાદમી અને બૌદ્ધ દીક્ષા સમિતિ બનાસકાંઠામાં યોજાયેલા આ દીક્ષા સમારોહમાં બૌદ્ધ ધર્મ અપનાવનાર સમાજના અગ્રણીએ જણાવ્યું હતું કે, આ ધર્મએ કોઈ ધર્મ નહિ પણ માનવતાનો એક સંદેશ છે, જે અમે સમાનતા અને ભાઈચારાના ઉદ્દાત મૂલ્યોને જીવંત બનાવવા અપનાવ્યો છે.

(10:50 pm IST)