ગુજરાત
News of Tuesday, 8th September 2020

મોજ -એ-દરિયા :જીવનમાં કામ કરતાં કરતાં જો મોજ-મસ્તીનો આનંદ લેતાં શીખવું હોય તો હિતેષ પંડ્યાને એકવાર જરૂર મળો.

જીઓ તો ઐસે જીઓ જૈસે સબ તુમ્હારા હૈ...હેપ્પી બર્થડે હિતેષભાઇ પંડ્યા

અમદાવાદ : ઈન્ડિયન લાયન્સના ચીફ પેટ્રોન અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના જનસંપર્ક અધિકારીનો તા. ૦૮-૦૯-૨૦૨૦ના રોજ જન્મદિવસ છે.ગુજરાત રાજ્યમાં ઈન્ડિયન લાયન્સ સંસ્થાની ૮૦થી વધુ ક્લબો આવેલી છે. જે ઈ. લા. હિતેષભાઈ પંડ્યાના જન્મદિવસને સાક્ષરતા દિવસ તરીકે ઉજવશે.
  હિતેષભાઈ પંડ્યા વ્યવસાયે પત્રકાર છે અને તેમના પત્રકારત્વના અનુભવને આધારે તેઓએ ગુજરાત રાજ્યના તાજેતરના ત્રણ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ,નરેન્દ્રભાઈ મોદી અને શ્રીમતી આનંદીબેન પટેલના જનસંપર્ક અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે.
 વડોદરામાં જન્મેલા હિતેષભાઈ પંડ્યાએ તેમનું પ્રારંભિક શિક્ષણ જામનગરમાં લીધું ત્યારબાદ તેઓનો પરિવાર રાજકોટમાં સ્થાયી થયા પછી તેઓનું પ્રાથમિક શિક્ષણથી માંડીને પત્રકારત્વ સુધીનું શિક્ષણ રાજકોટમાં જ પૂર્ણ થયું.
  ગુજરાતીભાષી પ્રતિષ્ઠિત જન્મભૂમિ ગ્રુપ ઓફ ન્યુઝ પેપર્સના રાજકોટથી પ્રકાશિત, માતબર અને પ્રતિષ્ઠિત દૈનિક ફૂલછાબમાં  હિતેષભાઈ પંડ્યાએ ૨૨ વર્ષ સુધી Chief Sub Editor, News Editor, Dy. Editorના વિવિધ હોદ્દા પર તેમણે બખૂબી જવાબદારી નિભાવી હતી.
  અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં હિતેષભાઈ પંડ્યાને રાષ્ટ્રીય કારોબારીમાં સ્થાન મળ્યું હતું અને દેશના રાજકીય ઈતિહાસની દિશા બદલનાર નવનિર્માણ આંદોલનમાં સૌરાષ્ટ્રનું સુકાન સંભાળ્યું હતું. આ અંદોલન દરમિયાન દેશભરમાં લદાયેલી કટોકટી દરમિયાન અગિયાર માસ સુધી જેલવાસ ભોગવ્યો હતો. જેથી તેઓ મીસાવાસી તરીકે પણ ઓળખાય છે.
  હિતેષભાઈ પંડ્યાએ રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે પણ ફરજ બજાવી હતી. સને ૨૦૦૧માં તેઓએ ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશના બૌદ્ધિક પ્રકોષ્ટના પ્રદેશ પ્રમુખ તરીકે પણ કામગીરી બજાવેલ છે.
  નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી... જય રણછોડ માખણ ચોર...જેવી ધૂનને સૌરાષ્ટ્રમાં લોકપ્રિય બનાવી અને રાજટકોમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ રથયાત્રાની શરૂઆત કરી અને આ સાથે જ તેઓએ રાજકોટ સ્થિત બ્રહ્મ સોશ્યલ ગ્રુપની સ્થાપના કરી.ગુજરાતના પાટનગરમાં સ્થાયી થયા બાદ તેમણે શ્રી ઔદિચ્ય ગઢિયા બ્રહ્મ સમાજ, ગાંધીનગર ઘટકની સ્થાપના કરી હતી.
  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની રાષ્ટ્રવાદી વિચારયાત્રાથી પ્રેરિત થઈને NATION FIRST FOUNDATION ની સ્થાપના કરી હતી. જે આજે સમગ્ર ભારતમાં એક રાષ્ટ્રવાદી ઓળખ ધરાવે છે. જેના તેઓ સ્થાપક ટ્રસ્ટીમાંના એક છે.તેમના સોશિયલ મીડિયામાં આજે વિવિધ ગ્રુપ ચાલે છે જેમાં વિવિધ વિચારો, સુવિચારો, ગીત-સંગીત અને શેર મેમરી શેર ફોટો જેવા અનોખા ગ્રુપ થકી  G to G Family Social Welfare Foundationની સ્થાપના કરી. જેના થકી વિશ્વ, ભારત અને ગુજરાતમાં વસતા વિવિધ લોકોને જોડીને વર્ષમાં એક ગેટ-ટુ-ગેધર કાર્યક્રમ કરીને વોટ્‌સએપ મિત્રોને જોડીને અનોખી G to G Family બનાવી છે.
  હિતેષભાઈ પંડ્યા ગુજરાત સરકારમાં PRO to Chief Minister તરીકેની કામગીરી સાથે સાથે જ સમાજમાં સેવાકીય પ્રવૃત્તિમાં પણ અગ્રેસર છે.તેમના ધર્મપત્ની શ્રીમતી આશાબેન પંડ્યા કે જેઓ ગૃહિણી હોવાની સાથે સાથે જ સમાજસેવામાં અગ્રેસર છે. જે હાલમાં ઈન્ડિયન લાયન્સના નેશનલ ચેરપર્સન પદે છે.
   હિતેષભાઈના સંતાનોમાં પુત્રી અંજલી પુત્રી પણ પત્રકાર છે અને તેમના પતિ અવિનાશ ત્રિવેદી સોફ્ટવેર એન્જીનીયર છે તેઓની પુત્રીનું નામ મહેર છે. જે હાલ ગુડગાંવ (નવી દિલ્હી)માં વસે છે. હિતેષભાઈના પુત્ર અમિત હિતેષભાઈ પંડ્યાએ વડોદરાની એમ,એસ, યુનિમાં ફાઈન આટ્‌ર્સનો અભ્યાસ કરીને મલ્ટી મીડિયા હાઉસ સાથે જોડાયા અને આજે HOME SECURITY SOLUTIONના નામે વ્યવસાય કરે છે અને તેમના પુત્રવધૂ ભાવિશા પંડ્યા ડ્રેસ ડિઝાઈનર છે અને તેમના પુત્રના વ્યવસાયમાં ખભેખભા મિલાવીને સાથ આપે છે. હિતેષભાઈ પંડ્યાના પૌત્રીનું નામ છે આદ્યા અને પૌત્ર આરાધ્ય બંને ગાંધીનગરમાં અભ્યાસ કરે છે.
હિતેષભાઈ પંડ્યા ઈન્ડિયન લાયન્સ, નેશન ફર્સ્ટ ફાઉન્ડેશન, સરગમ ક્લબ, G2G જેવી સંસ્થાઓના હોદ્દેદાર તરીકે સેવા આપી રહ્યા છે.
હિતેષભાઈ પંડ્યાને જન્મદિવસ પર HAPPY BIRTHDAY WISH કરવા માટે તેમનો WHATS APP નંબર ૭૯૮૪૩૫૨૫૪૦ પર MESSAGE કરી શકો છો.

(9:56 pm IST)