ગુજરાત
News of Tuesday, 8th September 2020

ભરૂચમાં ભરબપોરે જ્વેલર્સની દુકાનમાં ફાયરિંગ કરી લૂંટનો પ્રયાસ : માલીક સહીત બે ઘવાયા : સનસનાટી

અંબિકા જ્વેલર્સમાં હિંદી ભાષા બોલતા ચાર શખ્સોએ ચેન માંગી લૂંટનો પ્રયાસ કર્યો : ઘટના સીસીટીવીમાં કેદ

ભરૂચ :ભરૂચમાં જ્વેલરી શોપની દુકાનમાં લૂંટની ઘટનાએ સનસનાટી મચાવી છે.ધોળાદિવસે જુદા જુદા વાહનો પર આવેલા ચાર શખ્સોએ ફાયરિંગ સાથે લૂંટનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. સમગ્ર ઘટનાના લાઇવ દૃશ્યો સીસીટીવમાં કેદ થયા છે

  પોલીસના જણાવ્યા મુજબ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી અંબિકા જ્વેલર્સમાં  હિંદી જેવી ભાષામાં વાત કરતા ચાર ઈસમો અલગ અલગ વ્હિલક, બજાજ ડિસ્કવર, હોંડા એક્સેસમાં આવેલા ત્યારબાદ પ્રથમ વ્યક્તિએ સોનાનો ચેન માગ્યો હતો

તેમણે તેમની પાસે રહેલી બંદૂકથી ફાયરિંગ કર્યુ હતું. જ્યારે માલિક અને તેમના નોકરે પીછો કરતા એક વ્યક્તિ ભાગી શક્યો નહોતો. બનાવમાં દુકાનના માલિકના પિતરાઈ ભાઈને પેટના ભાગે ગોળી લાગી છે.

ઇજાગ્રસ્ત દુકાન માલિક અને તેના પિતરાઈને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ઘટના સ્થળેથી બૂલેટ અને અને એક ગન મળી આવી છે

જિલ્લા પોલીસ વડાએ પણ ઘટના બાદ અંબિકા જ્વેલર્સની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે પોલીસ સીસીટીવી કેમેરા અને નજરે જોનારા લોકોની જુબાની તેમજ પીડિતોની ફરિયાદના આધારે તપાસ કરી રહી છે.

(11:00 pm IST)