ગુજરાત
News of Tuesday, 8th September 2020

રોટરેક્ટ કલબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા બિનવારસી મંદબુદ્ધિ, પીડિત માણસોને 500 કિલો ચોખાનુ અનુદાન

સુરત :સેવાકાર્યમાં હરહંમેશ આગળ રહેતા રોટરેક્ટ કલબ ઓફ સુરત ઈસ્ટ ના યુવાનો દ્રારા પ્રોજેક્ટ Big Smile અંતર્ગત માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ આશ્રમમાં 500 કિલો ચોખા નું અનુદાન કરવામાં આવ્યું. સાથોસાથ આશ્રમમાં રહેનાર બિનવારસી મંદબુદ્ધિ, પીડિત માણસોને ખુશ કરવા માટે તેમની સાથે અનેક રમતો રમી ભોજન પણ લઈ સરાહનીય કાર્ય કરવામાં આવ્યુ. સમગ્ર આયોજન કલબ પ્રેસિડેન્ટ રો. પ્રતીક વસોયા, કલબ સેક્રેટરી રો. વિપુલ બલર ના માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટ ચેરમેન રો. પંકજ સાવલિયા, રો. ભદ્રેશ માંગરોળીયા તેમજ ગેમ્સ રમાડનાર રો. દર્શન કાકડીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

(10:20 am IST)