ગુજરાત
News of Tuesday, 8th September 2020

સાગબારા તાલુકાના સેલંબા ગામમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સેલંબા ગામમાં એક યુવાને કોઈક કારણોસર પંખા પર દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

 પ્રાપ્ત માહિતી અનુસાર સેલંબા ગામ માં રહેતા સુરપસિંગ ભાઈ દિત્યાભાઈ વસાવાના મકાન માં ભાડે રહેતા ફુલચંદ મંગલસિંગ વર્મા(ઉ.વ.28) મૂળ (રહે. રાજસ્થાન) એ કોઈ અગમ્ય કારણોસર ઘરમાં આવેલ મોભની વળી સાથે લટકાવેલ સીલીંગ પંખા સાથે નાયલોનની દોરી બાંધી ગળાના ભાગે ગાળીયો બનાવી ગળે ફાંસો ખાય જતા મોત ને ભેટ્યો હતો આ બાબતે સાગબારા પોલીસે અ. મોત દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(10:52 am IST)