ગુજરાત
News of Tuesday, 8th September 2020

દેડીયાપડાના કોલીવાડા (સાકવા) ફળીયાની જંગલ જમીનમાં નિંદામણ કરતી મહિલા પર હુમલો :૪૭ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ

કપાસ તુવેરનું વાવેતર ઉખેડી ગાળાગાળી કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ

(ભરત શાહ દ્વારા)- રાજપીપળા : નર્મદા જિલ્લાના દેડીયાપડા તાલુકાના કોલીવાડા ( સાકવા )ફળીયાની જંગલ જમીન માં નિંદામણ કરતી મહિલા અને અન્ય બે વ્યક્તિઓ પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
 પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી ઊર્મિલાબેન નવલસિંગ વસાવા એ આપેલી ફરિયાદ મુજબ કોલીવાડા ( સાકવા ) ફળીયાની જંગલ જમીન કંપાર્ટમેંટ નં.૩૪૪ વાળી જમીન માં તેમણે અગાઉ કપાસ તથા તુવેરનું વાવેતર કરેલ તે જમીનમાં નિંદામણ કરવા માટે ગયેલા તે સમય દરમિયાન આ ૪૭ વ્યક્તિઓ એ એક સંપ થઈ ત્યાં આવી તેમને વાવેતર કરેલ કપાસ તથા તુવર ના છોડવાઓ ઉખેડી નાખી આરોપી નં.૧ ના મૂળજી કાંતિભાઈ વસાવા એ ઊર્મિલાબેન ને ગાળો બોલી મોઢામાં માર મારી તેમજ સાહેદ કમલેશભાઇ અમરસીંભાઇ વસાવાને ગળદાપાટુ નો માર મારી તથા સાહેદ જીગ્નેશભાઇ મોહનભાઇ વસાવા ને લાકડી થી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ બાકીના ૪૬ આરોપીઓ એ ઉર્મિલા બેન તથા બે સાહેદો ને ગાલો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઊર્મિલાબેન ની ફરિયાદ ના આધારે દેડીયપાડા પોલીસે ૪૭ વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(12:11 pm IST)