ગુજરાત
News of Tuesday, 8th September 2020

નાંદોદ તાલુકાના ખોજલવાસા પાસે પુરઝડપે જતી કાર ખેતરમાં પલટી જતા ચાલાકનું ઘટના સ્થળે મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના ખોજલવાસા ગામ પાસેથી પુરપાટ જઈ રહેલી બોલેરો ગાડી ખેતરમાં ઘૂસી જઈ પલટી મારતા ચાલાકનું સ્થળ પર મોત નીપજ્યું હતું.
 પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના ઉમલ્લા માં રહેતા વત્સલકુમાર વિરેંદ્રભાઇ ભગત (ઉ.વ.૩૧)ગતરોજ બોલેરો ગાડી નં.GJ.22 H 3430 લઈ પુરપાટ જતા હતા એ સમયે બોલેરો ગાડી પુરપાટ ચલાવી લાવી રોડની ડાબી સાઇડમાં ખેતરમાં પલટી ખવડાવી દઇ પોતાના કપાળના તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચાડી સ્થળ ઉપર પોતાનું મોત નિપજાવી ગુનો કરતા અમલેથા પોલીસે મૃતક વત્સલકુમાર વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે

(1:17 pm IST)