ગુજરાત
News of Tuesday, 8th September 2020

સિરામિક ઉદ્યોગોને ગેસ બીલમાં ૧૬ ટકા રાહત

ઉદ્યોગકારોને વિશ્વની બજારમાં આગળ વધારવા વિજયભાઇનો પ્રોત્સાહક નિર્ણય : પ્રતિ સ્ટાન્ડર્ડ કયુબીક મીટરે રૂ. ૨.૫૦ રાહત : નિકાસથી વિકાસ વધવાની આશા

રાજકોટ તા. ૮ : રાજ્યના સિરામિક ઉદ્યોગકારોને વૈશ્વિક બજારમાં ટકી રહેવા માટે પ્રોત્સાહન આપવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ ઉદ્યોગોને અપાતા ગેસ બીલમાં ૧૬ ટકા રાહત જાહેર કરી છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો રાજયના સિરામીક ઊદ્યોગોને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. સિરામિક ઉદ્યોગના ગેસ બિલમાં ૧૬ ટકાની રાહત આપતા ઉદ્યોગકારો માં ખુશીની લાગણી પ્રવર્તી છે.કોરોના કાળમાં સિરામીક ઊદ્યોગને રૂપાણી સરકાર તરફથી મોટી રાહત આપવામાં આવી છે. આ અનુસંધાને મોરબી, સુરેન્દ્રનગર અને સાબરકાંઠાના સિરામીક ઊદ્યોગકારોને ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM રૂ. ર.પ૦ વધારાની રાહત અપાશે. આ અગાઉ શ્રી વિજયભાઇ રૂપાણીએ આ ઊદ્યોગોને પ્રતિ SCM રૂ. ર(બે)ની બિલ રાહત આપ્યા બાદ આજે ઉચ્ચસ્તરીય બેઠકમાં વધારાના રૂ. ર.પ૦ની રાહતનો નિર્ણય કર્યો હતો. નિર્ણયને પરિણામે રાજયના સિરામીક ઊદ્યોગો વર્લ્ડ માર્કેટમાં સ્પર્ધા કરી શકશે-એકસપોર્ટ વધારી શકશે અને વધુ રોકાણો આ ક્ષેત્રે મેળવી શકશે અને ફોરેન એકસપોર્ટ દ્વારા વધુ આવક મેળવી શકશે. રૂપાણી સરકારના આ નિર્ણયના પરિણામે રાજયના સિરામીક ઊદ્યોગો વર્લ્ડ માર્કેટમાં કોમ્પીટ કરી શકશે-એકસપોર્ટ વધારી શકશે અને વધુ રોકાણો આ ક્ષેત્રે મેળવી શકશે અને ફોરેન એકસપોર્ટ દ્વારા વધુ આવક મેળવી શકશે. સિરામિક ક્ષેત્રે નિકાસથી વિકાસને વેગ મળવાની આશા જન્મી છે. સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે મોરબી - સુરેન્દ્રનગર જિલ્લામાં સિરામિક ઉદ્યોગ વિકસ્યો છે.

(3:04 pm IST)