ગુજરાત
News of Tuesday, 8th September 2020

વડોદરાના આજવારોડ પર પ્રેમિકાએ લગ્ન કરવાની ના કહેતા પ્રેમીએ ગળેફાંસો ખાઈ જીવનલીલા સંકેલી

વડોદરા: આજવારોડ એકતાનગરમાં રહેતા ૨૪ વર્ષના યુવકની સાથે લગ્ન કરવાની તેની પ્રેમિકાએ ના પાડી દેતા આવેશમાં  આવીને યુવકે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. બાપોદ પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. 

હાઇવે વાઘોડિયા ચોકડી પાસે તક્ષ મોલમાં નોકરી કરતા નવિન  ઉર્ફે  રવિ લાલાભાઇ નાયક આજે સવારે ઘરે એકલો હતો. તેના પરિવારજનો નોકરી પર ગયા હતા. તે દરમિયાન રવિએ ઘરે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લલીધો હતો. પાડોશમાં રમતી ૭ વર્ષની બાળકીએ રવિને લટકતો જોઇ ડરીને બૂમાબૂમ કરી હતી. જેથી આજુબાજુના રહીશો દોડી આવ્યા હતા અને રવિને નીચે ઉતાર્યો હતો.  બનાવની જાણ બાપોદ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. યુવકના મોબાઇલ ફોનના વોટ્સએપમાં એક યુવતી સાથે રવિએ કરેલી ચેટ પોલીસે જોઇ હતી. જેમા રવિએ પોતાની પ્રેમિકાને લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતું. પરંતુ પ્રેમિકાએ લગ્ન કરવાની ના પાડી હતી. વધુમાં નવિનના આપઘાત પછી ૨૨ નામો લખેલી એક ચિઠ્ઠી ફરતી થઇ હતી. પરંતુ ચિઠ્ઠીમાં આપઘાતનો કોઇ ઉલ્લેખ નથી માત્ર નામો જ લખ્યા છે. પોલીસનું કહેવું છે કે   અમને તપાસ દરમિયાન આવી કોઇ ચિઠ્ઠી મળી નથી કે યુવકના માતા પિતા કે અન્ય કોઇ સગાએ અમને આવી કોઇ ચિઠ્ઠી આપી નથી. 

(5:36 pm IST)