હરિયાણાથી વિદેશી દારૂ ભરેલ કન્ટેનર વડોદરા લાવનાર આરોપીની પોલીસ ધરપકડ કરી 24.19 લાખનો દારૂ જપ્ત કર્યો
વડોદરા:હરિયાણાથી વિદેશી દારૃ ભરેલું એક કન્ટેનર વાડીના બૂટલેગરે વડોદરા મંગાવ્યુ હતું. કન્ટેનરમાંથી દારૃની કટીંગ થાય તે પૂર્વે જ મકરપુરા પોલીસે કેન્ટેનરને પકડી રૃા.૨૪.૧૯ લાખનો દારૃ કબજે લીધો છે. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મકરપુરા પોલીસને બાતમી મળી હતી કે વાડીના બૂટલેગર મહેશ મનોહરભાઇ જાદવે હરિયાણાથી વિદેશી દારૃ ભરેલું કન્ટેનર મંગાવ્યુ છે અને હાઇવે પર માતૃછાયા હોટલની પાછળ ખુલ્લા ખેતરમાં કન્ટેનર ઉભું રાખી શહેરના નાના બૂટલેગરોને આપવાનો છે. જેથી મકરપુરા પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ પાડતા કન્ટેનર મળી આવ્યું હતું. કન્ટેનરમાંથી બેકટેરિયલ ફલોટ અને સરફેસ ક્લિનરના બોક્સ મળી આવ્યા હતા. બોક્સ ખોલતા તેમાંથી ક્લિનરના બદલે વિદેશી દારૃની બોટલો હતી. પોલીસે વિવિધ બ્રાન્ડની વિદેશી દારૃની ૧૩,૨૪૮ બોટલ (કિંમત રૃપિયા ૨૪.૧૯ લાખ) કબ્જે લીધી છે. પોલીસે (૧) મહેશ જાદવ (૨) સોનુ પ્યારેલાલ માળી અને (૩) સુભાષ ગંગાસા ફુલમાળી (બંન્ને રહે. હરિયાણા)ની ધરપકડ કરી છે. દારૃ મોકલનાર હરિયાણાનો લાલુ તેમજ ઇશીકા દારૃનો ઓર્ડર નોધાવનાર જયેશ મણીલાલ ઠાકોર (રહે. શ્રમજીવી સોસાયટી ડભોઇરોડ), દિનેશ નટુભાઇ રાજપૂત (રહે. બાવરી કુંભારવાડા), રણજીત (રહે. રતનપુર) અને પ્રેમીલાબેન ઉર્ફે પ્રેમલી વિશાલભાઇ પંચાલ (રહે. કપુરાઇ ગામ)ને વોન્ટેડ જાહેર કરાયા છે.