સુરતના ભટારમાં બે સંતાનના નરાધમ પિતાએ 5 વર્ષીય માસુમ બાળકીને પોતાનો હવસનો શિકાર બનાવતા અરેરાટી મચી જવા પામી
સુરત:ભટારના ઇન્દિરા નગર વસાહતમાં બે સંતાનના પિતાએ 5 વર્ષની માસુમ બાળાના ગુપ્તાંગમાં અડપલા કરતા મામલો ખટોદરા પોલીસ મથકમાં પહોંચ્યો છે. નરાધમના કૃત્યને પગલે માસુમને દુખાવો થતા પોતાના ઘરે પહોંચી જઇ સમગ્ર બાબતની જાણ માતાને કરી હતી.
ભટાર વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની 5 વર્ષીય માસુમ બાળા બે દિવસ અગાઉ રાબેતા મુજબ પરિચીતના ઘરે રમવા ગઇ હતી. માસુમ રમી રહી હતી ત્યારે શ્રમજીવી પરિવારનો પરિચીત રણજીત દગડુ ડોંગરે (ઉ.વ. 40 રહે. ઇન્દિરાનગર, ભટાર) એ અચાનક ઘસી આવ્યો હતો અને માસુમને રમાડવા લાગ્યો હતો. રમાડતા-રમાડતા હવસખોર-નરાધમ રણજીતે માસુમના આંતર વસ્ત્ર કાઢી નાંખ્યા હતા અને ગુપ્તાંગ સાથે અડપલા કરવાનું શરૂ કર્યુ હતું. જેથી માસુમને ગુપ્તાંગમાં દુખાવો થતા તુરંત જ ત્યાંથી ભાગી ગઇ હતી અને પોતાના ઘરે પહોંચી ગઇ હતી. માસુમના ચ્હેરો જોઇ તેની માતાએ શું થયું એમ પુછતા માસુમે ગુપ્તાંગમાં દુખાવો થતો હોવાનું કહ્યું હતું. જેથી માતા ચોંકી ગઇ હતી અને શું કેમ દુઃખે છે એમ પુછતા વેંત માસુમે ચાકુલીના પાપાએ મારી ચડ્ડી બહારથી ગુપ્તાંગ ભાગે અડપલા કર્યાનું કહેતા તુરંત જ માસુમની માતા રણજીતના ઘરે દોડી ગઇ હતી. પરંતુ રણજીત ત્યાંથી ભાગી ગયો હતો. ઘટના અંગે માસુમની માતાએ રણજીત વિરૂધ્ધ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.