ગુજરાત
News of Tuesday, 8th September 2020

કઠલાલ તાલુકાના ગંગાપુર ગામે ઢોર ચરાવવા ગયેલ દીકરી પાણીમાં ડૂબી જતા પિતાએ છલાંગ લગાવી:પિતા-પુત્રનીના મૃત્યુથી પરિવારમાં શોકનો માહોલ

કઠલાલ :તાલુકાના ગંગાપુર લાટ ગામે ઢોર ચરાવવા ગયેલ દિકરી પાણીમાં ડુબી હતી.તેને  બચાવવા માટે પડેલ પિતા પાણીમાં ઉતર્યા હતા.જેમાં પિતા-પુત્રીના મૃત્યુ નિપજયા છે.આ બનાવથી નાનકડા ગામમાં શોક વ્યાપ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર તાલુકાના ગંગાપુરલાટ ગામે રહેતા રમણભાઇ પરમાર ઉં.૪૪ પશુપાલન અને ખેતી કરીને ગુજરાન ચલાવે છે.ગતરોજ બપોરના સુમારે તેઓની નાની દિકરી અસ્મિતા પરમાર ઉં.૧૩ ઢોર લઇને ખેતરમાં ચરાવવા માટે ગઇ હતી.આ સમય દરમ્યાન દિકરી મહોર નદીમાં હાથ-પગ ધોવા જતા પાણીમાં ગરકાવ થઇ હતી.જેથી પિતા રમણભાઇ દિકરીને બચાવવા જતા તેઓ પણ પાણીના પ્રવાહમાં ખેચાયા હતા.આ બનાવની જાણ આસપાસના લોકોને થતા લોકો બચાવવા માટે દોડી આવ્યા હતા.પરંતુ તેઓનો પ્રયત્ન નિષ્ફળ રહ્યો હતો.પિતા-પુત્રીના મૃત્યુના સમાચાર નાનકડા ગામમાં ફેલાતા કુતુહલવસ લોકો નદીકિનારે દોડી આવ્યા હતા.નદીમાંથી પિતા-પુત્રીની લાશ બહાર કાઢી કઠલાલ પોલીસને જાણ કરવામાં આવી હતી.આ બનાવ અંગે કઠલાલ પોલીસે એ.ડી.નો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:38 pm IST)