ગુજરાત
News of Tuesday, 8th September 2020

નર્મદા જિલ્લામાં મંગળવારે વધુ ૧૦ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા : કુલ આંક ૭૫૪ પર પોહોચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જિલ્લામાં મંગળવારે નવા ૧૦ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા હતા.

 આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શનિવારે ૧૦ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળામાં રાજેન્દ્રનગર સોસાયટી- ૦૧, ટેકરા પોલીસ લાઈન-૦૧,જ્યારે નાંદોદ તાલુકાના ભદામ- ૦૧, પોઇચા-૦૨, કરાઠા- ૦૨, ગરુડેશ્વર તાલુકાના નવાગામ-૦૧, ગરુડેશ્વર-૦૧ અને સાગબારાના સીમ આમલી ૦૧, સાથે નર્મદા જિલ્લામાં કુલ ૧૦ દર્દી પોઝિટિવ નોંધાયા છે.

 રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૩૮ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૨૨ દર્દી દાખલ છે જ્યારે હોમ આઇસોલેશન માં એક પણ દર્દીઓ દાખલ નથી. આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૬૯૦ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે. આજદિન સુધી જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંક ૭૫૪ પર પહોચ્યો છે.વધુ ૩૮૦ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(5:51 pm IST)