ગુજરાત
News of Tuesday, 8th September 2020

વડોદરાની SSG હોસ્પિટલમાં પ્રથમ અને બીજા માળે લાગી આગ : ઈમરજન્સી વિભાગમાં આગ લાગતા નાસભાગ : અમદાવાદ, જામનગર બાદ વડોદરામાં ત્રીજી ઘટના : આગ પર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું છે અને સારવાર લઈ રહેલા તમામને બહાર કાઢી લેવામાં આવ્યા છે - ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ

હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ વીદ પુરવઠો બંધ કરાયો : મેયર સહિત કાઉન્સિલર SSG હોસ્પિટલ પહોંચ્યા

વડોદરા : વડોદરાની SSG  હોસ્પિટલમાં પ્રથમ અને બીજા માળે મોડી સાજે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ઈમરજન્સી વિભાગમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. અમદાવાદ, જામનગર બાદ વડોદરામાં હોસ્પિટલમાં આગ લાગવાની આ ત્રીજી ઘટના બની છે.

હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ વીદ પુરવઠો બંધ કરી દેવાયો હતો. મેયર સહિતના કાઉન્સિલર SSG હોસ્પિટલ પહોંચ્યા હતા. વડોદરા મહાનગર સેવાસદનના મેયર જિગિષા શેઠનું કહેવું છે કે વૉર્ડમાં સારવાર લઈ રહેલા તમામને બહાર કાઢી લેવામાં આવ્યા છે.

રાજ્યના ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલનું કહેવું છે કે છ માળની ઇમારતમાં આગ લાગી હતી. આઈસીયૂ વૉર્ડની અંદર શૉટસર્કિટથી આગ લાગી હતી. આગ પર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે દર્દીઓને શિફ્ટ કરવાની કામગીરી કરવામાં આવી છે. તમામ દર્દીઓની સારવાર ચાલી રહી છે, કોઈ જાનહાનિ થઈ નથી.

(8:24 pm IST)