ગુજરાત
News of Tuesday, 8th September 2020

પ્રોહીબીશનના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહના માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લાના નાસતા - ફરતા આરોપીઓને પકડવા માટે તેમના રહેણાંક તથા આશ્રય સ્થાનો તથા બાતમીદારોથી ઝડપી પાડી જેલ હવાલે કરવાની પરિણામલક્ષી કામગીરી કરવા સુચના મળતા એ.એમ.પટેલ,પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી. બી.ના સુપરવિઝન હેઠળ ડેડીયાપાડા પોલીસ સ્ટેશન પ્રોહી.ના ગુનામાં નાસતો ફરતો આરોપી યોગેશ વાસુદેવભાઇ સોની રહે,પાનસેમલ,જી.બડવાણી,(MP) રાજપીપળા તરફ આવતો હોવાની બાતમી સી.એમ. ગામીત,પો.સ.ઇ.એલ.સી.બી.ને મળતા તેમણે તથા તેમની ટીમેં કોબ્બીંગ નાઇટ રાઉન્ડ દરમ્યાન આ ગુનાના કામનો આરોપી યોગેશભાઇ વાસુદેવભાઇ સોનીને રાજપીપળા ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

(10:34 pm IST)