ગુજરાત
News of Tuesday, 8th September 2020

રાજપીપળા એસટી ડેપોમાં ભયંકર ગરમી વચ્ચે પ્લેટફોર્મના બધા પંખા બંધ : મુસાફરો અકળાઈ ઉઠ્યા

નાના બાળકો સાથે કલાકો બસની રાહ જોઈ ઉભેલા મુસાફરો એ કંટ્રોલર પર ઠાલવ્યો રોષ:ગરમી માં બાળકો નું રુદન જોઈ લોકો અકળાયા:વરસાદમાં છત પર થી પાણી ટપકતા ડેપોના બધા પંખામાં પાણી ઘૂસી જતા બંધ હાલતમાં

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા રાજપીપળા એસટી ડેપોનો ખાડે ગયેલો વહીવટ દિવસે ને દિવસે વધુ બગડતો જોવા મળી રહ્યો છે ત્યારે હાલ ભારે વરસાદ માં ડેપો ની છત પર થી ટપકતું પાણી વરસાદ બંધ થયા બાદ બંધ થયું પરંતુ હવે નવી મુસીબત માં વધારો જોવા મળ્યો જેમાં પ્લેટફોર્મ લાગેલા દીવાલ ફેન(પંખા) માં વરસાદી પાણી ભરાઈ ગયા બાદ બધાજ પંખા બંધ થઈ જતા હાલ પડી રહેલી ભયંકર ગરમી માં કલાકો પ્લેટફોર્મ પર ઉભા રહેતા મુસાફરો અને નાના બાળકો અકળાઈ ઉઠ્યા હતા અને ત્યાં હાજર કંટ્રોલર પર રોષ ઠાલવ્યો હતો.જોકે જાણવા મળ્યા મુજબ પંખા માં પાણી ભરાતા બંધ હોય તો ડેપો ના અધિકારીઓ ગરમી માં મુસાફરો હેરાન ન થાય તે બાબતે બધા પંખા ચાલુ કરાવે તેવી મુસાફરો ની માંગ છે.

(10:47 pm IST)