ગુજરાત
News of Tuesday, 8th September 2020

કલોલના સાતેજમાં 22 ફુટ ઉંચી લોંખડની સીડીએ પાંચ મજૂરોના જીવ લીધા :ત્રણ ગંભીર : અરેરાટી

સેડ બનાવવાની કામગીરી વેળાએ સીડી વીજવાયરને અડકી જતા શોર્ટ લાગ્યો :અમદાવાદના ચાર અને ઝારખંડના એક મજુરના મોત

ગાંધીનગર : કોલોલનાં સાતેજ વડસર રોડ પર આવેલી મિલન એસ્ટેટમાં નવી બની રહેલી ફેક્ટરીમાં સેડ બનાવવાનું કામ ચાલુ હતું ત્યારે 22 ફુટ ઉંચી લોંખડની સીડી ઉપરથી પસાર થતા વીજ વાયરને અડી જવાના કારણે 5 મજુરોના મોત થયા છે. જયારે ત્રણ મજૂરો ગંભીર રીતે દાઝી જવાના કારણે તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવ અંગે સાતેજ પોલીસે અક્સ્માત મોતનો ગુનોં નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ગાંધીનગર પાસે આવેલા કલોકના સાતેજમાં મિલન એસ્ટેટમાં નવી ફેક્ટરીનું સેડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ ફેક્ટરીમાં સેડ બનાવવા માટે 22 ફુટ ઉંચી લોંખડની સીડી લઈને આઠ મજૂરો ઉંચકીને લઈ જતા હતા. ત્યારે ઉપરથી પસાર થતી 11 હજાર વોલ્ટના વીજ વાયર સાથે લોંખડની સીડી અડી જવાના કારણે કંરટ લાગ્યો હતો. જેના કારણે પાંચ મજૂરોના ઘટના સ્થળે જ મોત થયા હતા.

જયારે ત્રણ મજૂરો ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવના પગલે ફેક્ટરીમાં કામ કરી રહેલા મજૂરોમાં ભાગદોડ મચી ગઈ હતી અને ચીસીચીસના કારણે લોકોના ટોળેટોળા વળી ગયા હતા. મિલન એસ્ટેટમાં નવી ફેક્ટરીનું કામ ચાલતું હતું ત્યા અરેરાટી મચી જવા પામી હતી.

આ બનાવની જાણ પોલીસને થતા સાતેજ પોલીસ બનાવ સ્થળ પર આવી પહોંચી હતી અને મૃતકોની લાસને પીએમ માટે મોકલી આપી હતી. આ બનાવ અંગે સાતેજ પોલીસે અક્સ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

કલોકના સાતેજમાં મિલન એસ્ટેટમાં જે પાંચ મજૂરોના મોત થયા હતા તેમાં અમદાવાદના ચાર અને એક મુળ ઝારખંડનો મજૂરો છે.

મૃતકના નામ

કાર્તિક મનુભાઈ બિસે ઉ. 18 ઘાટલોડિયા, અમદાવાદ

મહેશ વશરામભાઈ દુલેરા ઉ. 35 વાસણા અમદાવાદ

ભાવુજી કસ્તુરજી ઠાકોર ઉ. 32 સેટેલાઈટ, અમદાવાદ

પંકજ હિંમતભાઈ વાળિયા ઉ. 35. ચાંદલોડિયા ,અમદાવાદ

બજરંગીભાઈ નારાયણરાય ઉ.25, ઝારખંડ

(12:49 am IST)