ગુજરાત
News of Tuesday, 8th September 2020

સુરતમાં કરોડોની જમીન પ્રકરણમાં સહકારી આગેવાનનો આપઘાત : પીઆઇ, પત્રકાર સહીત 11 લોકો વિરુદ્ધ ગુન્હો

જમીનમાં વિવાદ થતાં લાંબી ખેંચતાણ થઈ હતી.: દબાણ વધતા પાણીમાં કૂદી આત્મહત્યા કરી

 

સુરત: એક સહકારી આગેવાનની આત્મહત્યા પ્રકરણમાં પોલીસ કર્મચારીઓ અને પત્રકાર સહિત 11 લોકો સામે કરોડો રૂપિયાની જમીન પ્રકરણમાં દુષપ્રેરણા આપવાનો ગુનો નોંધાયો છે.

સુરતના રાંદેર રોડ ખાતેની સુર્યપુર સોસાયટીમાં રહેતા દુર્લભભાઈ ગાંડાભાઈ પટેલની પીસાદ ખાતે બ્લોક નંબર 4 વાળી 10,218 ચોરસ મીટર જમીન છે.

જમીન તેમને વર્ષ 2014માં સ્ટાર ગ્રુપના માલિક કિશોરભાઈ કોસીયાના નામે એક સોદા ચીઠ્ઠી બનાવી હતી.જો કે, જમીનમાં બાદમાં વિવાદ થતાં લાંબી ખેંચતાણ થઈ હતી.

મહત્વનું છે કે જમીનની અવેજની રકમ રૂ.24,03,88,687 નક્કી થઈ હતી. જમીન પેટે રોકડા રૂ.18,00,00,00 દુર્લભભાઈને મળ્યા હતા સાથે રૂ. 3,09,30,584 ના અલગ અલગ બેંકના ચેકો મળ્યા હતા.જો કે, દરમિયાન સ્ટાર ગ્રુપના કિશોર કોસીયાને ઇન્કમટેક્સની કાર્યવાહી થઈ હતી,જે તપાસના ભાગ રૂપે દુર્લભભાઈને ત્યાં પણ ઇન્કમટેક્સ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી

.ઇન્કમટેક્સની તપાસમાં દુર્લભભાઈના માથે 13 કરોડથી વધારેની રકમની જવાબદારી પર ઉભી થઈ હતી,જોકે કિશોરભાઇએ રકમ આપવાનું આશ્વાન દુર્લભભાઈને આપ્યું હતું.જેમાં ઇન્કમટેક્ષનો પ્રશ્ન ઉકેલ્યા બાદ ગત જાન્યુઆરી 2020માં રાંદેર પોલીસ સ્ટેશનથી દુર્લભભાઈને બોલાવવા કેટલાક પોલીસકર્મીઓ આવ્યા હતા. જો કે, રાત્રે અવવાને બદલે દુર્લભભાઈએ સવારે આવવાનું કહ્યું હતું. પરતું પોલીસકર્મીઓએ દબાણપૂર્વક કહ્યું હતું કે રાંદેર પી.આઈ. લક્ષ્મણ બોડાણા અત્યારે તમને મળવા માંગે છે, એટલે અમારી સાથે આવવું પડશે. જેથી દુર્લભભાઈ અને તેમનો દીકરો કિશોર રાંદેર પોલીસ સ્ટેશન ગયા હતાં. પોલીસ મથકમાં પહેલેથી રાજુ લાખા ભરવાડ અને હેતલ નટવર દેસાઈ પી.આઈ ની ચેમ્બરમાં હાજર હતાં. પીઆઈ અને અન્ય હાજર લોકોએ અપમાન ભર્યા શબ્દો કહી જમીનની તાત્કલિક નોટરી રૂબરૂ લખાણ કરાવવાનું દબાણ કર્યું હતું. જેને પગલે રાત્રે લખાણ કરાવાયું હતું.

દુર્લભભાઈ પાસે લખાણ કરાવી દીધા બાદ વધુ દબાણ યથાવત રહ્યું હતું. તેમના ઘરે જુદા જુદા વ્યક્તિઓ તૈયાર સાટાખત સાથે આવતાં હતાં, દસ્તાવેજો પર સહી કરાવી જતાં હતાં. આવી તેનાં પર સહી કરાવવા સાથે વીડિયોગ્રાફી પણ કરી હતી. ફેબ્રુઆરી મહિનામાં પણ રાજુભાઇ લાખાભાઇ ભરવાડ તથા હેતલભાઇ દેસાઇ તથા વિજયભાઇ સિંદે તથા મુકેશ કુલકર્ણી દુર્લભભાઈના ઘરે આવેલ અને જમીનનો કબ્જા સહીતનો તૈયાર સાટાખત તેમની સાથે લઇ આવેલ દુર્લભભાઈ અને તેમના દિકરાની શિન કરાવી હતી

ગત જુલાઈ 2020માં ફરી એક વખત પી.આઈ. લક્ષ્મણ બોડાણાએ દુર્લભભાઈ અને તેના દીકરાઓને બોલાવી અશોભનીય વર્તન કર્યું હતું, સાથે દસ્તાવેજની કામગીરી પુરી કરવા દબાણ કર્યું હતું. દુર્લભભાઈએ જમીનના અવેજની બાકીની રકમની માગણી કરી હતી જોકે રકમ તેમને મળી હતી, સાથે લખાણ કરાવેલા દસ્તાવેજો પણ મળ્યા હતાં. આમ સતત દબાણમાં રહેલા દુર્લભભાઈએ માંડવી સ્થિતિ પોતાની ક્વોરીની સાઇટ પાસે પાણીમાં કૂદી આત્મહત્યા કરી લીધી હતી. તેમની લાશને મહામહેનતે બહાર કાઢવામાં આવી હતી.

PI સહિતના સામે ગુનો નોંધાયો

(1:12 am IST)