ગુજરાત
News of Wednesday, 8th December 2021

વાડી, હોટલ, પાર્ટી પ્લોટમાં રસી ન મુકાવેલ લોકો માટે 'નો એન્ટ્રી'

સુરત કોર્પોરેશનનો નિર્ણય : કોરોના કેસમાં વધારો થતા : વિવિધ સંચાલકો સાથે અઠવા ઝોનના આરોગ્ય અધિકારીઓએ બેઠક કરી : અન્ય ઝોનમાં પણ આ કામગીરી શરૂ કરાશે

સુરત,તા. ૮: સુરતમાં ધીરે ધીરે કોરોના કેસમાં વધારો થતાં પાલિકા તંત્રે જાહેર જગ્યાએ ડબલ એકશન હોય તો જ એન્ટ્રી આપવા માટેની કવાયત શરૂ કરી છે. લગ્નની વાડી, પાર્ટી પ્લોટ ને હોટલ રેસ્ટોરન્ટના માલિકોને બોલાવી પાલિકા તંત્રએ આજે કોઈ જ ના નિયમોની ગાઇડ લાઇનનો ચુસ્ત પાલન કરવા માટે તાકીદ કરી છે.સુરત મહાનગરપાલિકાના અઠવા ઝોન વિસ્તારમાં આવેલી લગ્નની વાડી, પાર્ટી પ્લોટ, હોટલ અને રેસ્ટોરન્ટના માલિકો સાથે આરોગ્ય વિભાગના અધિકારીઓએ તાકીદની બેઠક કરી હતી.

હાલ કેસમાં વધારો થઈ રહ્યો હોય વધુ તકેદારી રાખવા માટે પાલિકા તંત્રએ કવાયત શરૂ કરી છે. આ બેઠકમાં પાલિકાના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, જયાં વધુ લોકો ભેગા થાય છે ત્યાં સંક્રમણની શકયતા નકારી શકાતી નથી. સુરતમાં પહેલો ડોઝ સો ટકા કરતાં પણ વધુ લોકોને અપાયો છે. પરંતુ હજુ દ્યણા લોકોએ બીજો ડોઝ લીધો નથી.

આવા લોકો જો સંક્રમણનો શિકાર બને તો તકલીફ થઈ શકે છે. જેના કારણે આવી જાહેર જગ્યાએ આવતા તમામ લોકો પાસે વેકિસન ના બંને ડોઝ લીધા હોય તેની ખાત્રી કર્યા બાદ જ પ્રવેશ આપવાનો રહેશે. અઠવા ઝોન દ્વારા શરૂ કરાયેલી આ કામગીરી તમામ ઝોનમાં શરૂ કરાશે. જેના કારણે આવી જાહેર જગ્યામાં જતા પહેલા વેકિસનના બંને ડોઝ લીધા હોય તેનું સર્ટિફિકેટ ફરજિયાત લઈ જવું પડશે. (

(10:17 am IST)