ગુજરાત
News of Wednesday, 8th December 2021

લોકકલ્યાણલક્ષી યોજનાઓ લોકભોગ્ય બની

ગાંધીનગરમાં ૬ જિલ્લાની ર૯ નગરપાલીકાઓની સમીક્ષા બેઠકને ડો. ધનસુખ ભંડેરીનું સંબોધનઃ પ્રમુખ-ઉંપપ્રમુખને માર્ગદર્શન

રાજકોટ તા.૮ : ગુજરાત મ્યુનીસીપાલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીની અધ્યક્ષતામાં ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા રાજયની ૧પ૬ નગરપાલીકાઓની ઝોનવાઇઝ રીવ્યુ બેઠક યોજાઇ રહી છે તે અંતર્ગત ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ડો. ધનસુખ ભંડેરીની અધ્યક્ષતામાં ગાંધીનગર ઝોનના ૬ જિલ્લાની ર૯ નગરપાલિકાની સમીક્ષા બેઠક સી.ટી.પી.કચેરી ઓડીટોરીયમ, ગાંધીનગર ખાતે જોયાઇ હતી.
આ સમીક્ષા બેઠકમાં માર્ગદર્શન આપતા ડો. ધનસુખ ભંડેરીએ જણાવેલ કે કેન્દ્ર તથા રાજયની ભાજપ સરકાર જનહિતલક્ષી વિકાસના મંત્ર સાથે આગળ ધપી રહી છ.ે ત્યારે ભાજપ સરકાર દ્વારા લોકકલ્યાણલક્ષી યોજનાઓને વધુ લોકભોગ્ય નકકર આયોજનો સાથે આકાર આપવામાં આવી રહ્યો છ.ે ત્યારે રાજયની ભાજપા સરકાર નગરપાલીકાઓ માટે ખરા અર્થમાં પથદર્શક બની છે. ત્યારે નગરપાલીકાઓ અને મહાનગરપાલિકાઓમાં આયોજનબધ્ધ કામગીરી થાય અને વહીવટી અને કાયદાકીય જ્ઞાનની એકબીજા સાથે આપ-લે થાય અને લોકો પ્રાથમીક, માળખાકીય અને આંતર માળખાકીય સુવિધાઓથી વંચીત ન રહે તે માટે માર્ગદર્શન પુરૂ પાડેલ હતું.
ગાંધીનગર ઝોનના ૬ જિલ્લાઓ જેમાં પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર જિલ્લાની કુલ મળી ર૯ નગરપાલિકાઓ જેમાં પાટણ જિલ્લાની પાટણ, સિધ્ધપુર, રાધનપુર, હારીજ, ચાણસ્મા નગરપાલિકા, બનાસકાંઠા જિલ્લાની હિંમતનગર, ઇડર, ખેડબ્રાહ્મા, પ્રાંતિજ, વડાલી, તલોદ, નગરપાલિકા, અરવલ્લી જિલ્લાના મોડાસા, બયડ, નગરપાલીકા, ગાંધીનગર જિલ્લાની કલોલ, દહેગામ, માણસા, નગરપાલિકા સહીતના નગરપાલીકાઓના પદાધિકારી તથા અધિકારીઓની ઝોન બેઠક સી.ટી.પી.કચેરી ઓડીટોરીયમ, ગાંધીનગર ખાતે મળીહ તી.
ગુજરાત મ્યુનીસીપાલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ સમીક્ષા બેઠકમાં અધિકારીઓ પટ્ટણી ગાંધીનગર ઝોનના પ્રાદેશીક કમિશનર ધીરજભાઇ પારેખ, અધિક કલેકટર ગઢવીજી અને દરજી, ધીરેનભાઇ, ભાવીનભાઇ સહીત વિવિધ નગરપાલીકાના પ્રમુખો, ઉંપપ્રમુખો, કારોબારી ચેરમેનો, ચીફ ઓફીસરો ઉંપસ્થિત રહ્યા હતા.

 

(11:33 am IST)