મોતિલાલ ઓસ્વાલ દ્વારા ફંડસ પેનહેલ્થકેર પ્રા.લિ.માં ૪ હજાર મિલિયનનું રોકાણ
(કેતન ખત્રી) અમદાવાદઃ મોતીલાલ ઓસ્વાલ અલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડએ રાજકોટ સ્થિત હાઇજીન પ્રોડકટસ ઉત્પાદક પેન હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડમાં લઘુમતી હિસ્સા માટે ૪૦૦૦ મિલિયનનું રોકાણ કર્યુ છે. જેમાં બેબી ડાયપર, એડલ્ટ ડાયપર, સેનિટરી નેપકિન્સ, ફેમિનાઇન હાઇજીન પ્રોડકટસ વગેરેનો સમાવેશ થાય છે.પેન હેલ્થ લિટલ એન્જલ બ્રાન્ડ હેઠળ બેબી ડાયપર, લિબર્ટી બ્રાન્ડ હેઠળ એડલ્ટ ઇન્કન્ટિનનસ પ્રોડકટસ અને એવર્ટીન બ્રાન્ડ હેઠળ સેનિટરી નેપકિન્સ અનેસ્ત્રીની સ્વચ્છતાના ઉત્પાદનોનું વેચાણ કરે છે. કંપની ન્યુડ, મેનસ્યોર અને નેચરસ્યોર જેવી બ્રાન્ડ હેઠળ પર્સનલ કેર પ્રોડકટસ પણ વેચે છે. ૨૦૧૬માં સ્થપાયેલ, પેન હેલ્થ દેશમાં સ્વચ્છતા ઉત્પાદનોના સેગમેન્ટમાં મુખ્ય સ્થાનિક ખેલાડીઓમાંથી એક છે. કંપની ઓફલાઇન અને ઓનલાઇન ચેનલોના નેટવર્ક દ્વારા સમગ્ર ભારતમાં ડિસ્ટ્રિબ્યુશનની હાજરી ધરાવે છે, જેના માટે રાજકોટમાં સ્થિત અત્યાધુનિક ઉત્પાદન સુવિધા દ્વારા સર્વિસ આપવામાં આવતી હોવાનું યાદીમાં જણાવાયુ છે