મોટોરોલાનો નવો સ્માર્ટ ફોન મોટો ઈ-૧૩ લોન્ચઃ કિંમત ૭ થી ૮
(કેતન ખત્રી), અમદાવાદઃ મોટોરોલાએ તેના લેટેસ્ટ સ્માર્ટફોનને ઈ શ્રેણીની ફ્રેન્ચાઇઝી મોટો ઈ૧૩માં લોન્ચ કરવાની જાહેરાત કરી છે. યુનિસોક ટી૬૦૬ ઓકટા કોર પ્રોસેસર દ્વારા સંચાલિત ૪ જીબી સુધીની રેમ અને ૬૪ જીબી સ્ટોરેજ સાથે આ સેગમેન્ટને વિક્ષેપિત કરવા માટે આ એક ઓલ ઇન વન સ્માર્ટફોન સેટ છે જે ૩૬ કલાકથી વધુ સમય સુધી ટકી શકે તેમજ લાંબા સમય સુધી ચાલતી ૫ હજાર એમએએમ બેટરી સહિત મજબૂત ‘હેટકે' પ્રદર્શન સાથે ઉપલબ્ધ થશે.
આ સ્માર્ટફોન બે વેરિયન્ટમાં ઉપલબ્ધ છે જેની શરૂઆત માત્ર ૬,૯૯૯ રૂપિયા અને વેરિઅન્ટ માટે રૂ. ૭,૯૯૯ રહેશે. ૫ હજાર એમએએમ દરેક રીતે શો-સ્ટોપર છે. સ્લીક સ્ટાઇલિશ અને પ્રીમિયમ ડિઝાઇન બનાવવામાં આવી છે અને વાઇબ્રન્ટ ૬.૫ આઈપીએસ એલસીડી ડિસ્પ્લે સ્ક્રીન સ્માર્ટફોનમાં વધુ સ્પાર્ક ઉમેરે છે.