ગુજરાત
News of Friday, 9th April 2021

બાંટવામાં 30મી એપ્રિલ સુધી આંશિક લોકડાઉન : મીટીંગ લેવાયો નિર્ણય

તમામ ધંધા રોજગાર સવારે 8 કલાકથી લઇને સાંજે 5:30 કલાક સુધી ખુલા રાખશે :રવિવારે આખો દિવસ ધંધા રોજગાર બંધ

બાંટવા નગરપાલિકાના પ્રમુખ ના અદયક્ષસ્થાને બાંટવા જવાહર રોડ પર આવેલ બગીચામાં દેશ દુનિયા માં વધતા કોરોના કેસ ના લીધે સાવચેતી ના પગલાં રૂપે સોસીયલ ડિસ્ટન્સ અને કોવિડની 19ની ગાઈડલાઈન મુજબ એક મિટિંગ રાખવામાં આવેલ આ મિટિંગમાં બાંટવા સરકારી દવાખાનાનો સ્ટાફ. પોલીસ સ્ટાફ. તમામ એસોસિએશનના પ્રમુખે-તમામ નાના મોટા વેપારીઓ-આગેવાનો- નગરપાલિકાના તમામ સાથી સદસ્યો શહેર ભા.જ.પ પ્રમુખ અને મહામંત્રી બધા હાજર રહેલ.

તમામ વેપારીમિત્રો- આગેવાનો- બુદ્ધિજીવી ઓના અભિપ્રાય અને સલાહ સુચન તેમજ હોસ્પિટલના સ્ટાફની સલાહ લઈ ને આગામી શુ પગલાં લેવા તે બાબતે ચર્ચા કરવા મા આવેલ.અને આ મિટિંગમાં સર્વસંમતિ થી તારીખ 10/4/2021 ને શનિવાર થી લઇને તારીખ 30/4/2021 ને શુક્રવાર સુધી બાંટવાના તમામ ધંધા રોજગાર સવારે 8:00 કલાકથી લઇને સાંજે 5:30 કલાક સુધી ખુલા રાખવાનો તેમજ રવિવારે આખો દિવસ ધંધા રોજગાર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ.હોવાનું જેની નોંધ લેવા  પ્રમુખ દ્વારા જણાવાયું છે.

(11:26 am IST)