ગુજરાત
News of Thursday, 9th June 2022

ઓરી ગામમાં નવું ટ્રેકટર લેવા બાબતે ભાઈઓ વચ્ચે તકરાર થતાં ત્રણ સામે ફરિયાદ નોંધાઇ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાનાં નાદોદ તાલુકાના ઓરી ગામે ટ્રેકટર નવું લેવા બાબતે થયેલી તકરારમાં એક ભાઈ એ બીજા ભાઈ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે
 મળતી માહિતી મુજબ નારણભાઇ ભીખાભાઇ માછી (ઉ.વ.૫૫)( રહે.ઓરી તા.નાંદોદ જી.નર્મદા) નાઓએ આપેલી ફરિયાદ અનુસાર પ્રવિણભાઇ ભીખાભાઇ માછી, નિલેશભાઇ પ્રવિણભાઇ માછી,મીનાબેન પ્રવિણભાઇ માછી( ત્રણેય રહે. ઓરી)  એ ટ્રેકટર લોન ઉપર લીધેલ હોય જે લોનના પુરાવા માટે રાજપીપલાથી બેંકવાળા ઘરનો ફોટો પાડવા આવેલા જે બાબતે આરોપીઓને શા માટે ઘરના ફોટા પડાવો છો તેવુ કહેવા જતા આરોપીઓએ ફરી.ને જણાવેલ કે મારૂ ઘર છે.મારી જમીન છે.હું ગમે તે કરૂ તારે વચ્ચે પડવુ નહીં. તેવુ જણાવી એકદમ ઉશ્કેરાઇ જઇ માથામાં લાકડી મારી તથા ઢીક્કાપાટુનો માર મારી તેમજ સાહેદ /ઇજા પામનાર ને છાતીમાં ડાબી બાજુ ઝાપટ મારી તેમજ સાહેદ કૈલાશબેનને ડાબા પગના ઘૂટણમાં લાકડીનો સપાટો મારી ઇજા કરી ગાળો બોલી ફરી. તથા સાહેદોની સાથે ગાળાગાળી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે ત્રણ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(10:47 pm IST)