ગુજરાત
News of Thursday, 9th June 2022

રાજપીપળાના પુત્રવધૂ અમી શિવરામને ટાગોર કો મેમોરેટિવ એવોર્ડ 2022 થી સન્માનીત કરાયા

 (ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાતના વલસાડના વતની, નર્મદા જીલ્લાના વડા મથક રાજપીપળાના પુત્રવધુ અને હાલ મુંબઈમાં રહેતા એવા અમીબેન શિવરામ પરમાર કે જેઓ ટેરોટ રીડર, ન્યુમોરોલોજીસ્ટ તેમજ વાસ્તુ શાસ્ત્ર ના નિષ્ણાત છે જેમને હાલમાં જ એન એક્સ સંસ્થા દ્વારા ટાગોર કો મેમોરેટિવ એવોર્ડ 2022 થી સન્માનીત કરવામા આવ્યા છે.
અમી શિવરામ કે જેઓ 2009 થી ટેરોટ કાર્ડ વાસ્તુ શાસ્ત્ર તેમજ ન્યુમોરોલોજિસ્ટ નુ કામ કરે છે.અમી શિવરામએ લખેલી પુસ્તક "ઑરોરા" જે પુસ્તક વ્યક્તિના જીવનને સકારાત્મક વિચારો અને જીવન તરફ લઈ જાય છે આ પુસ્તકના અનુસંધાનમાં ટાગોર એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા છે .આ એવોર્ડ ભારતમાં જાણીતાં લેખકોને આપવામાં આવે છે જે આ વર્ષે અમી શિવરામને આપવામાં આવ્યો છે. અમી શિવરામ સમગ્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના 14 થી વધારે દેશોમાં પોતાના ટેરોટ રીડિંગ માટે જાણીતા છે. હાલમાં વર્ષ 2022 માં અમી શિવરામને ભારતના ટોપ ટેન ટેરોટ રીડર તરીકેનું ત્રીજું સ્થાન મળ્યું છે જે ગુજરાત માટે ખૂબ જ ગૌરવની બાબત છે.સાથે સાથે અમી શિવરામને 2021 માં "વાસ્તુ શ્રી" તેમજ "એમીનન્ટ ટેરોટ રીડર"એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.2022 માં તેઓ ને વુમન અચિવમેન્ટ એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા.
અમી શિવરામ દ્રારા લખાયેલી પુસ્તક "ઓરોરા" વ્યક્તિના જીવનને નેગેટિવ વિચારોથી દૂર કરીને પોઝિટિવિટી તરફ લઈ જાય છે આ પુસ્તકને 30 ચેપ્ટર માં આવરી લેવામાં આવ્યું છે.

(10:53 pm IST)