ગુજરાત
News of Wednesday, 9th September 2020

નવ્વા વાલસુરાની વિડિઓ કોન્ફ્રન્સિંગ દ્વારા વાર્ષિક સાધારણ સભા યોજાઈ

વર્ષભરના કાર્યક્રમોનું પ્રદર્શન, છ માસિક સમાચારપત્ર અને વરૂણીનું લોકાર્પણ કરાયું

નવ્વા વાલસુરાની સાધારણ સભા-2020 વિડિઓ કોન્ફ્રન્સિંગ મારફત યોજાઈ હતી જેમાં મુખ્ય સભ્યો દ્વારા પ્રસુસ્તીકરણ,વર્ષભર દરમિયાન કરાયેલ કામગીરીનું પ્રદર્શન, અર્ધ વાર્ષિક સમાચાર પત્ર, વારૂણીનું લોકાર્પણ કરાયું હતું,

  નવ્વા ( દક્ષિણ ક્ષેત્ર )ના અધ્યક્ષ શ્રીમતી સપના ચાવલાએ વિડિઓ કોન્ફ્રન્સ મારફત કાર્યવાહીમાં સીધા ભાગ લઈને શોભા વધારી હતી,શ્રીમતી સપના ચાવલાએ પોતાના સંબોધનમાં હાલમાં શરૂ રાષ્ટ્રીય પોષણ સપ્તાહ સમારોહ પર ભાર મુકતા સ્વાસ્થ્ય અને ખુશાલી વિષય પર પોતાના મૂલ્યવાન વિચારો વ્યક્ત કર્યા હતા,

સપના ચાવલાએ નવ્વા વાલસુરાની મહિલાઓ દ્વારા માસ્ક બનાવવા અને છેલ્લા કેટલાક મહિનામાં જરુયરિયાતમંદો સુધી પહોંચ બનાવવા માટે તેના દ્વારા ઉટાહવાયેલ પગલાંને બિરદાવ્યા હતા,તેણીએ આજના કઠણાઇભર્યા સમયમાં સકારાત્મકતાની જરૂરિયાત પર પણ ભાર મૂકીને પ્રતિભાગીઓને તમામ કામગીરીમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા આહવાન કર્યું હતું

નવ્વા વાલસુરાની મહિલાઓએ એક સંક્ષિપ્ત અને સીધા પ્રસારિત ધ્યાન શિબિરમાં [પણ ભાગ લીધો હતો,

 પોતાના સંબોધનમાં નવ્વા વાલુસરાના અધ્યક્ષે ટીમવર્ક સાથે મળીને કામ કરવા પર ભાર મુક્યો હતો,અને સમુદાયને એકસાથે મળીને ચાલવામાં પોતાના યોગદાન માટે તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો

(10:38 pm IST)