ગુજરાત
News of Wednesday, 9th September 2020

વડોદરાના ગોત્રી સહીત વાસણામાં કારમાંથી બેટરી કાઢી લેતી ગેંગના સાગરીતને પોલીસે ઝડપી પાડયા

વડોદરા: શહેરના ગોત્રી વાસણા તેમજ અન્ય વિસ્તારોમાંથી ટેમ્પા તેમજ અન્ય ફોરવ્હીલરની બેટરીઓ કાઢી લેતી ગેંગના સાગરીતને પોલીસે ઝડપી પાડ્યો છે.

ગોત્રીના નિલાંબર સર્કલ પાસે પોલીસે નંબર પ્લેટ વગરની રીક્ષાને અટકાવી તપાસ કરતાં અંદરથી ટેમ્પા તેમજ અન્ય ફોરવ્હીલરની 15 બેટરીઓ મળી આવી હતી.

પોલીસે મહેન્દ્ર ઉર્ફે અંકિત ચંદુભાઈ માળી (રહે.પંચમુખી વુડાના મકાનમાં,વાસણા રોડ રહે.દશરથ ગામ,તા.વડોદરા) ને ઝડપી પાડી પુછપરછ કરતા તમામ બેટરીઓ વાહનોમાંથી ચોરી કરી હોવાની વિગતો બહાર આવી હતી. પોલીસે મહેન્દ્ર સાથે સંકળાયેલા અન્ય સાગરીતોની પૂછપરછ હાથ ધરી છે.

(5:03 pm IST)