ગુજરાત
News of Wednesday, 9th September 2020

વડોદરા શહેર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈને 10 હજારની લાંચ લેતા એલસીબીએ રંગે હાથે ઝડપી પાડ્યા

વડોદરા:શહેર પોલીસના વાડી પોલીસ સ્ટેશનની ડભોઇયા પોલીસ ચોકીના પી.એસ.આઇ રાહુલ નટવર પરમારને રૂપિયા 10 હજારની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી પડ્યા છે. 

આ અંગેની વિગત એવી છે કે વાડી વિસ્તારમાં એક મહિલા બુટલેગર સામે મેડીકલ સ્ટોરના સંચાલકે પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. ડભોઇયા આ અરજીની તપાસ કરતાં ડભોઇયા પોલીસ ચોકીના પીએસઆઈ એ બુટલેગર સામે કાર્યવાહી કરવાના બદલે મેડીકલ સ્ટોરના સંચાલક સામે એટ્રોસિટીની બુટલેગર પાસે અરજી કરાવી હતી.

આ અરજીના સમાધાન પેટે મેડીકલ સ્ટોરના સંચાલક પાસે પીએસઆઇએ રૂપિયા 50 હજાર રૂપિયાની માગણી કરી હતી અને છેલ્લે રૂપિયા દસ હજાર આપવાનું નક્કી થયું હતુ.

(5:04 pm IST)