ગુજરાત
News of Wednesday, 9th September 2020

વડોદરામાં શિક્ષિકા પરિણીતાએ પરેશાન કરી સાસરિયાના સભ્યોએ બે બાળકો સાથે ઘરમાંથી કાઢી મુકતા પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરની એક શિક્ષિકાને પરેશાન કરી સાસરીયાંએ બે બાળકો સાથે કાઢી મુકતાં તેણે પતિ,સાસુ,સસરા સહિત આઠ લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

સુરત ખાતે લગ્ન કરનાર પરિણીતાએ કહ્યું છે કે,પતિ સુરેશે પહેલા જ દિવસે મારી પાસે મોબાઇલ લઇ લીધો હતો અને કહ્યું હતું કે તારે જ્યારે પણ તારા ઘેર વાત કરવી હોય ત્યારે હું ઘેર આવું ત્યારપછી મારા ફોન પર કરવાની રહેશે.

દહેજ માટે મેંણા મારતા મારા સાસરીયાંએ એમ પણ કહ્યું હતું કે,તારા પિતાએે અમારી આબરૃનો ખ્યાલ કર્યા વગર બે જ ટ્રક સામાન મોકલ્યો છે.મારા સસરા મારા પિતા પાસે દારૃની મોંઘી બોટલ લાવવાનું કહેતા હતા.શિક્ષિકાએ કહ્યું છે કે,મેં પુત્રીને જન્મ આપતાં સાસરીયાંએ નણંદો માટે સોનાના સિક્કા અને ૪૦ કિલો મીઠાઇ માંગ્યા હતા.જ્યારે  પુત્રીનો જન્મ થયો હોવાથી પ્રસૃતિનો ખર્ચ પણ આપવાનો ઇનકાર કર્યો હતો.છેલ્લા ત્રણ વર્ષથી હું મારા પિયરમાં બાળકો સાતે જીવન વીતાવી રહી છું. મહિલા પોલીસે આ ફરિયાદના આધારે સાસુ,સસરા,જેઠ-જેઠાણી ત્રણ નણંદ સામે ગુનો નોંધ્યો છે.

(5:05 pm IST)