ગુજરાત
News of Wednesday, 9th September 2020

મહેમદાવાદ તાલુકાના માંકવા ગામે સીમમાંથી પશુઓને લઈને જતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી ગુનો દાખલ કર્યો

મહેમદાવાદ: તાલુકાના માંકવા ગામની સીમમાંથી પસાર થતો અમદાવાદ-વડોદરા એકપ્રેસ હાઇવે પર પશુતસ્કરી કરતા ત્રણ વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા છે.આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ ના અસ્લાલીમાં રહેતા હરીભાઇ બિજલભાઇ ભરવાડને બાતમી મળી હતી કે અમદાવાદ-વડોદરા એકસપ્રેસ વે પર ગાયો ભરીને એક આઇશર પસાર થાય છે.જે અંગે તેઓ અને તેમના મિત્રો દ્વારા પોતાની ખાનગી સાઘન લઇ બાતમી આધારિત સ્થળે પીછો કર્યો હતો.જે રિલાયન્સ પેટ્રોલપંપ પાસે આઇશરને આંતરી ઝડપી પાડી હતી.આઇશરની તલાસી લેતા છ ગાયો અને ચાર  વાછરડાને દયનીય હાલતમાં ઘાસચારો કે પાણી ની વ્યવસ્થા કર્યા વગર ક્રુરતાપૂર્વક બાંધવામાં આવી હતી.આ ઉપરાંત તેમની પાસે રાત્રીના સમયે હેરાફેરી કરવા માટેનો કોઇ પાસ કે પરમીટ ન હતી.સ્થળ પરથી  છ ગાયો અને ચાર  વાછરડા કુલ કિ.રૂ.૨,૪૦,૦૦૦ ,આઇશર કિ.રૂ.૨,૦૦,૦૦૦ એમ મળી કુલ રૂ.૪,૪૦,૦૦૦ નો મૂદામાલ જપ્ત કર્યો છે.

આ બનાવ અંગે  હરીભાઇ બીજલભાઇ ભરવાડ રહે,અસલાલી અમદાવાદે મહેમદાવાદ પોલીસ મથકે કૂદનભાઇ બબાભાઇ ચોધરી,રાજુજી કરશનજી ઠાકોર અને બાલાજી બળદેવજી ઠાકોર તમામ રહે,ચરાદા તા.માણસા જિ.ગાંધીનગરવિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:07 pm IST)