ગુજરાત
News of Wednesday, 9th September 2020

નડિયાદના આખડોલમાં કેનાલમાં કપડાં ધોવા ગયેલ પરિણીતાનો પગ કેનાલમાં ગરકાવ થતા મૃત્યુ નીપજ્યું

નડિયાદ:તાલુકાના આખડોલ ગામ પાસેની કેનાલમાં કપડાધાવા ગયેલ પરણિતા કેનાલના પ્રવાહમાં તણાતા તેનુ મૃત્યુ નિપજયુ હતુ.આ બનાવ અંગે નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધી આગળની  કાર્યવાહી હાથ ધરી છે.

આખડોલ ગામ પાસેથી પસાર થતી નહેરમાં સાસુ વિદ્યાબેન નગીનભાઇ પરમાર અને વહુ તેજલબેન પરમાર ઉં. ૨૨ નહેરમાં કપડા ધોવા ગયા હતા.કપડા ધોતા હતા તે દરમ્યાન વહુ તેજલબેનનો પગ લપસતા કેનાલના પાણીમાં તણાયા હતા.ત્યાર બાદ સ્થાનિક નાગરિકોએ તેજલબેનને શોધવામાં ઘણો પ્રયત્ન કર્યો હતો.આખરે  નડિયાદ ફાયરબ્રિગ્રેડ અને નડિયાદ રૂરલ પોલીસને જાણ કરવામાં આવી હતી. 

નહેરમાં પાણીનો પ્રવાહ ખુબ હોવાના કારણે તેજલબેન પાણીમાં તણાયા હતા. આ લખાઇ છે ત્યા સુધી તેજલબેનનો કોઇ પતો લાગ્યો ન હોવાનુ સ્થાનિક નાગરિકોએ જણાવ્યુ હતુ.આ બનાવ અંગે નગીનભાઇ મણીભાઇ પરમારે નડિયાદ રૂરલ પોલીસ મથકને જાણ કરતા નડિયાદ રૂરલ પોલીસે એ.ડી નો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:08 pm IST)