ગુજરાત
News of Wednesday, 9th September 2020

રાજપીપળા શહેરમાં આધાર કાર્ડની કામગીરીના કેન્દ્રો વધારવા માંગ : ધક્કે ચઢતા લોકોમાં રોષ

પાલિકા,મામલતદાર સહિતની જગ્યાઓ પર ચાલતા કેન્દ્રો બંધ કરી એકજ જગ્યા પર ચાલતી કામગીરીથી દુર દુરના ગામો માંથી આવતા લોકોને ફેરા

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા :સરકારે આધાર કાર્ડ ફરજિયાત કરી દરેક કામોમાં આધાર કાર્ડ જરૂરી કર્યા છે પરંતુ હાલ નર્મદાના વડા મથક રાજપીપળા ખાતે જ આધાર ની કામગીરી નહિવત જોવા મળી રહી છે.જેમાં અગાઉ નગરપાલિકા, માલતદાર સહિતની કચેરીઓમાં આધારની કામગીરી કરવામાં આવતી હતી પરંતુ ઘણા સમય થી અન્ય સ્થળે આ કામગીરી બંધ કરી એકજ સ્થળે ચાલુ રખાતા હાલ દૂર દૂરના ગામો માંથી આધારના કામ માટે આવતા લોકો મોટી લાઈનો માં કલાકો ઉભા રહી કંટાળી રહયા છે.

 ઉપરાંત રાજપીપળા ની ટીમને અમુક દિવસ અન્ય તાલુકા માં મોકલી દેવાતા રાજપીપળા ખાતે આધાર ના કામ અર્થે આવતા લોકો ધકકો ખાઈ પરત ફરતા હોય રાજપીપળા જેવા જિલ્લાના મુખ્ય સેન્ટર પર બે ત્રણ જગ્યા પર આધાર ની કામગીરી ચાલુ રખાય તેવી લોકમાંગ ઉઠી છે.

(7:39 pm IST)