ગુજરાત
News of Wednesday, 9th September 2020

રાજપીપળા શહેરમાં ચાલતી પ્રધાનમંત્રી આવાસ યોજનાના કેટલાક લાભાર્થીઓ તકતી કાઢી નાંખતા હોવાની બુમ

જાણકારો ના મતે નિયમ મુજબની આ તકતી ઓનલાઈન ફોટા પડ્યા બાદ જો લાભાર્થી કાઢી નાખતા જોવા મળશે તો બાકીના હપ્તા અટકી શકે છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સહિત સમગ્ર ગુજરાતમાં ચાલતી પ્રધાનમંત્રી આવાસ યોજના PMAY માં ઘણા લાભાર્થીઓ એ લાભ મેળવ્યો છે ત્યારે સરકાર ની આ યોજના માં ઘણા મકાન વગરના લોકો એ લાખો ની સહાય મેળવી નિયમ મુજબ પોતાના પાકા મકાનો ઉભા કર્યા પણ છે જેમાં રાજપીપળા શહેરમાં પણ ઘણા લોકો એ લાભ લીધો હોય પરંતુ નિયમ મુજબ અમુક લેવલ બાદ PMAY ના લોગો સાથે ની જે તકતી મારવાની હોય તે તકતી માર્યા બાદ તેના ઓનલાઈન ફોટા પડી ગયા પછી અમુક લાભાર્થીઓ દ્વારા આ તકતી કોઈક કારણોસર કાઢી નાંખી હોવાનું પણ જોવા મળ્યું હોય જાણકારો ના મતે જો લાભાર્થીઓ આવી ભુલ કરશે તો બાકી રહેલા સહાય ના હપ્તા અટકી પણ શકે છે માટે લાભાર્થીઓ એ આ બાબતની ખાસ તકેદારી રાખી સરકાર ની સહાય મેળવી ઉભા કરેલા મકાન પર તકતી ફિક્સ કરાવી કાયમી ધોરણે રાખવી જરૂરી છે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

(7:44 pm IST)