ગુજરાત
News of Wednesday, 9th September 2020

ભારતમાં કોરોના મહામારીને લઇને લોકો સચેત બન્યા : ડિસઇન્ફેક્ટન્ટના સાધનોમા ઝડપી વૃદ્ધિ નોંધય

હજુ આગામી પાંચ વર્ષમાં બજાર ૧૦-૧૫ ટકાની વૃદ્ધિ દર્શાવે તેવો આશાવાદ

અમદાવાદઃ વૈશ્વિક કોરોના મહામારીને લઈને ભારતમા લોકો પોતાની સુરક્ષ માટે સજાગ બન્યા છે.અને કોરોના રોગને મહાત આપવા ડિસઇન્ફેક્ટન્ટના સાધનોની માંગમાં જબરો ઉછાળો જોવા મળ્યો છે. હજુ વધતો રહેશે તેવુ જણાય છે.

ટ્રેસ લાઇફ સાયન્સિસ ના પ્રોડક્શન હેડ નિરવ પટેલે જણાવ્યું કે દેશભરમાંથી ડિસઇન્ફેક્ટન્ટ પ્રોડક્ટની મોટા પાયે માગ આવી રહી છે. આગામી વર્ષોમાં આ સેક્ટર ઝડપી વૃદ્ધિ સાધશે તેવી અપેક્ષા છે. દેશની વિશાળ જનસંખ્યા અને બજારમાં ઉપલબ્ધ તકોને જોતાં અમદાવાદ સ્થિત સ્ટાર્ટ-અપ ટ્રેસ લાઇફ સાયન્સિસ પ્રાઇવેટ લિમિટેડે વાઇપોલ બ્રાન્ડ હેઠળ મુખ્યત્વે ત્રણ કેટેગરીમાં ડિસએન્ફેક્ટન્ટ ક્લિનર લોન્ચ કર્યાં છે, જે તમામ જંતુઓ, બેક્ટેરિયા, ફુગ સામે 99 ટકા અસરકારક છે.

ઓફિસ સહિતના જગ્યા માટે ઉપયોગી

ટ્રેસ લાઇફ સાયન્સિસની નેચરલ ક્લિનર ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતી ટીમે બજારમાં પહેલેથી જ ઉપલબ્ધ અન્ય ડિસઇન્ફેક્ટન્ટ ક્લિનર કરતાં એકદમ વિશિષ્ટ નેચરલ, ઓર્ગેનિક અને નોન-ટોક્સિક સામગ્રી ધરાવતા સોલ્યુશન્સ તૈયાર કર્યાં છે, જે બાળકો અને પાલતુ પ્રાણીઓ માટે જોખમ-મુક્ત છે. તેનાથી પર્યાવરણને સુરક્ષિત રાખવામાં મદદ મળે છે તથા આ પ્રોડક્ટ્સ ઓફિસ, હોસ્પિટલ્સ, હોટેલ્સ, કમર્શિયલ્સ, ઇન્સ્ટિટ્યુશન્સ તથા ઘરોમાં ઉપયોગમાં લેવા માટે એકદમ આદર્શ અને સુરક્ષિત છે તેમ કંપનીના માર્કેટીંગ હેડ સૌરભ પાંડેએ જણાવ્યું હતું.

મેઇડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટસ

ઉલ્લેખનીય છે કે આ મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સ તૈયાર કરવામાં ઓઇલ, કોર્ન, સ્ટાર્ચ એક્સટ્રેક્ટ જેવી પ્લાન્સ-બેઝ્ડ સામગ્રીઓ તેમજ માઇક્રો સોલ્યુશન્સમાં ઓઇલ, સ્ટાર્ચ, સોયા, કોર્ન એક્સટ્રેક્ટ્સ અને કાર્બોહાઇડ્રેટ્સના મિશ્રણનો ઉપોયગ કરાયો છે, જેના કારણે ઉપયોગ કરનાર વ્યક્તિની ત્વચા ઉપર પણ કોઇજ પ્રકારની નકારાત્મક અથવા આડઅસર થતી નથી.

કંપનીએ લોન્ચ કરેલી ત્રણ પ્રોડક્ટ્સમાં ઓલ-પર્પઝ ડિસઇન્ફેક્ટન્ટ ક્લિનર, વેજીટેબલ્સ એન્ડ ફ્રુટ્સ ક્લિનર તથા ડિસઇન્ફેક્ટન્ટ ફ્લોર ક્લિનર છે. ઓલ-પર્પઝ ક્લિનિંગ પ્રોડક્ટ્સ 500 મીલીથી 5 લીટરના પેકમાં રૂ. 499થી રૂ. 2999ની રેન્જમાં, વેજિટેબિલ અને ફ્રુટ્સ ક્લિનર 500 મીલીના પેકમાં રૂ. 100 તથા ડિસઇન્ફેક્ટન્ટ ફ્લોર ક્લિનર 5 લીટર રૂ. 599ની આકર્ષક કિંમતે સમગ્ર ભારતમાં રિટેઇલ સ્ટોર્સની સાથે-સાથે અગ્રણી ઇ-કોમર્સ સાઇટ્સ ઉપર વેચાણ માટે ઉપલબ્ધ બનાવવામાં આવ્યાં છે.

(8:59 pm IST)