ગુજરાત
News of Wednesday, 9th September 2020

અમદાવાદ એટીએસએ વસીમ કથીરી નામના ખૂંખાર આરોપીને દબોચી લીધો બે બંદુક સાથે મેગેઝીન-ર અને ૮ કારતુસ જપ્ત કર્યા

અમદાવાદઃ અમદાવાદ એટીએસએ અહિના લાલ દરવાજા પાસેથી ખૂંખાર મનાતી આરોપી વસીમ કથીરીને દબોચી લીધો છે તેના કબ્જામાંથી બે બંદુક સાથે મેગેઝીન-ર તથા ૮ કાર્ટુસ જપ્ત કર્યા છે.

કુખ્યાત આરોપી વસીમ કથીરી ૨૦૧૯ના ફાયરીંગ કેસ તથા ૨૦૧૯માં ૧૮ હથીયાર સાથે ધરપકડ કરાયેલ ત્યારબાદ ફરી ૨૦૧૯માં પણ અપહરણ જેવા ગંભીર ગુન્હામાં સંડોવાયેલ હોવાનુ જાણવા મળેલ છે.

એટીએસએ હવે આરોપીની વિશેષ પુછપરછ હાથ ધરી છે.  જરૂર પડયે રીમાન્ડ કપણ માગવામા આવશે.

 

(9:37 pm IST)