News of Friday, 9th December 2022
વડોદરાના સાવલી વિધાનસભા બેઠકથી કેતન ઈનામદારે જીત બાદ યોજી ભવ્ય વિજય રેલી
કેતન ઈનામદાર સતત ત્રીજીવાર સાવલીના ધારાસભ્ય તરીકે ચૂંટાયા
અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂટણીંમાં ભાજપે પ્રચંડ જીત મેળવી છે અને સૌથી વધુ બેઠકો મેળવ્યાનો રેકોર્ડ બનાવ્યો છે, ત્યારે વડોદરાથી સાવલી વિધાનસભા બેઠક પર ભાજપની જીત થઇ છે, ચૂંટણીમાં વિજય બાદ ધારાસભ્ય કેતન ઈનામદારે ભવ્ય વિજય રેલી યોજી હતી. સ્વામીજીના દર્શન કરીને વિજય રેલી યોજી હતી. જેમા હજારો સમર્થકો જોડાયા હતા. સાવલીથી કેતન ઈનામદાર સતત ત્રીજીવાર સાવલીના ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.
(11:56 pm IST)